નેશનલ

પૂર્વોત્તરમાં જળપ્રલય: જીવના જોખમે ઝૂલતા પુલ પરથી પસાર થતો આ Viral Video જોઈ ધ્રુજી ઉઠશો!

બ્રહ્મપુત્ર નદીએ વટાવી ભયજનક સપાટી, ગામડાઓ પૂરથી પ્રભાવિત

દિબ્રુગઢ/ઈમ્ફાલઃ ‘સેવન સિસ્ટર’ તરીકે ઓળખાતા દેશના પૂર્વોત્તર વિસ્તારના રાજ્યોમાં આગામી પાંચ-છ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આ વિસ્તારની બ્રહ્મપુત્ર સહિતની 10 નદીઓ બે કાંઠે વહી રહી છે. ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. જેથી લોકો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પૂર્વોત્તર વિસ્તારમાં પૂરની પરિસ્થિતિની વચ્ચે અરૂણાંચલ પ્રદેશના અંજાવ જિલ્લાનો એક દિલધડક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક છેડેથી બીજા છેડે જવા માટે એક જ ઝૂલતો પુલ છે, પરંતુ જે નદી પર આ પુલ છે, તે નદી ગાંડીતુર થઈને બે કાંઠે વહીં રહી છે. નદીનું પાણી પુલ ઉપરથી પૂરઝડપે વહી રહ્યું છે. એવા સંજોગોમાં પણ એક વ્યક્તિ એક છેડેથી બીજા છેડે જવાનો પ્રયાસ કરી રહ્યો છે.

https://twitter.com/surabhi_tiwari_/status/1929386168363209117

આસામની જીવાદોરી સમાન બ્રહ્મપુત્રા નદી તેની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ગામડામાં ઘરો, રસ્તાઓ, ખેતરો પાણીમાં ડૂબી ચૂક્યા છે. લોકો ઘરની છત પર ચડીને મદદ માંગી રહ્યા છે. સતત વરસી રહેલા મૂશળધાર વરસાદના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બ્રહ્મપુત્રા નદી કાંઠાના વિસ્તારોના ગામડાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અસમના 19 જિલ્લાના 764 ગામ પૂરથી પ્રભાવિત થયા છે. જેની 3.6 લાખ લોકો આ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યા છે.

ANI

વાયુસેના, આસામ રાયફલ્સ અને એનડીઆરએફની ટીમના જવાનોએ બચાવકાર્ય શરૂ કરી દીધું છે. પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે લઈ જવાઈ રહ્યા છે. સૈંકડો રાહત શિબિર બનાવવામાં આવ્યા છે. 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. શાળા, કોલેજ અને ઓફિસો બંધ કરવામાં આવી છે. રસ્તાઓ પર ગાડીઓની બદલે નાવડીઓ ચાલી રહી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે એવી હવામાન વિભાગની આગાહીને પગલે પ્રશાસન દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button