હિમાચલમાં ભારે વરસાદથી તબાહી, અત્યાર સુધી 184 લોકોના મોત...

હિમાચલમાં ભારે વરસાદથી તબાહી, અત્યાર સુધી 184 લોકોના મોત…

દહેરાદૂન : દેશમાં આ વર્ષે ચોમાસાએ અનેક રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે. જેમાં સૌથી વધુ અસર હિમાચલ પ્રદેશમાં જોવા મળી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત ચાલુ છે. જેમાં આજે નેશનલ હાઈવે સહિત 305 રોડ ભૂસ્ખલન અને પુરના લીધે આંશિક રીતે બંધ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી અત્યાર સુધી કુલ 184 લોકોના મોત થયા છે.

103 લોકોના મોત વરસાદ સબંધી ઘટનાઓને લીધે
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રના અહેવાલ મુજબ 20 જૂનથી ૩ ઓગસ્ટ 2025 સુધી ચોમાસામાં કુલ 184 લોકોના મોત થયા છે. જેમાં 103 લોકોના મોત વરસાદ સબંધી ઘટનાઓને લીધે થયા છે. જેમાં ભૂસ્ખલનથી 17, અચાનક પૂરથી 8, વાદળ ફાટવાથી 17, ડૂબી જવાથી 20 અને વીજળીથી 7 અને અન્ય વરસાદ સબંધી ઘટનાઓમાં 34 અને 81 લોકોની રોડ દુર્ઘટનામાં માર્યા ગયા છે. જેમાં મોટા ભાગના રોડ અકસ્માત પહાડી વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રોડ પર બની હતી.

હિમાચલમાં મંડી સૌથી વધુ પ્રભાવિત જીલ્લો
જયારે હિમાચલમાં મંડી સૌથી વધુ પ્રભાવિત જીલ્લો રહ્યો છે. મંડી જિલ્લામાં વરસાદને કારણે 23 મૃત્યુ અને 14 માર્ગ અકસ્માતો થયા હતા. કાંગડા જિલ્લામાં વરસાદ સબંધી ઘટનાઓને લીધે 24 મૃત્યુ અને છ લોકોના અકસ્માતો મોત થયા હતા. જ્યારે કુલ્લુમાં વરસાદ સબંધી ઘટનાઓમાં 10 લોકો મૃત્યુ અને આઠ લોકોના માર્ગ અકસ્માતો મૃત્યુ નોંધાયા હતા.

આગામી 12 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આ ઉપરાંત હવામાન વિભાગે આગામી 12 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 12 કલાકમાં બિલાસપુર, હમીરપુર, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સિરમૌર, સોલન જિલ્લામાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો…હિમાચલમાં વરસાદનો પ્રકોપ: 383 રસ્તા બ્લોક, મૃત્યુઆંક 173 પર પહોંચ્યો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button