નેશનલ

કેરળમાં ભારે વરસાદઃ સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરો સક્રિય કર્યા

તિરુવનંતપુરમ: મે મહિનાના 20 દિવસ પૂરા થઈ રહ્યા છે ત્યારે હવે મેઘરાજાના આગમનની ઘડીઓ ગણી રહ્યા છે ત્યારે કેરળના અમુક ભાગોમાં વરસાદ વરસવાનું ચાલુ છે. કેરળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ હોવાથી, કોઈપણ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જિલ્લા કલેક્ટર અને તાલુકા કચેરીઓમાં ઈમરજન્સી ઓપરેશન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

રાજ્યના મહેસૂલ પ્રધાન કે રાજને જણાવ્યું હતું કે રજાઓ માણવા માટે દક્ષિણના રાજ્યમાં આવતા પ્રવાસીઓને વરસાદની સ્થિતિ વિશે સાવચેત કરવા માટે વિશેષ નિર્દેશો આપવામાં આવ્યા છે. તેમણે સંભવિત ભૂસ્ખલનનાં જોખમોને પગલે પર્વતીય વિસ્તારોમાં કડક નિયમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે રસ્તા પર માટી ધસી પડવાની પણ શક્યતા છે. પ્રવાસીઓને સંભવિત લેન્ડ સ્લાઇડના જોખમ વિશે ચેતવણી આપવા માટે આવા વિસ્તારોમાં ચેતવણીનાં બોર્ડ લગાવવામાં આવશે.

રાજને વધુમાં જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો જિલ્લા કલેક્ટરને તેમના સંબંધિત વિસ્તારોમાં પહાડી વિસ્તારોમાં રાત્રિ મુસાફરી પર પ્રતિબંધ લાદવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button