
નવી દિલ્હીઃ ભારતભરમાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામમાં આવે છે. ખાસ કરીને દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓ માટે આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી છે. આજે રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે. રાજસ્થાનના જયપુર, ભરતપુર, અજમેર, ઉદયપુર અને કોટા વિભાગના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
બિહારના 12 જિલ્લાઓમાં ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. બિહારના અરરિયા, પૂર્ણિયા, બેગુસરાય, કિશનગંજ, લખીસરાય, મુંગેર, જમુઇ, ગયા, જહાનાબાદ, નવાદા, બાંકા અને ભાગલપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઝારખંડમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો, મુંબઈમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો…રાજ્યમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં થશે ભારે વરસાદ…