ભારતના આ રાજ્યોમાં આજે વાવાઝોડાની આગાહી, ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર | મુંબઈ સમાચાર

ભારતના આ રાજ્યોમાં આજે વાવાઝોડાની આગાહી, ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર

નવી દિલ્લીઃ આજે હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરીને ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણી અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે દિલ્લી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, પંજાબ, હિંમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દરિયાકાંઠાના રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓ, બિહાર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઝારખંડ અને તેલંગાણામાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્લીમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

દિલ્લીની વાત કરવામાં આવે તો આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે દિલ્લીમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. તેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. જો કે, ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને એલર્ટ જાહેર કર્યું છે. આજે ઉત્તર પ્રદેશના સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર અને બિજનૌરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે લખીમપુર ખેરી, હરદોઈ, ફર્રખાબાદ, કન્નૌજ, કાસગંજ, મૈનપુરી, ઈટવા, ઔરેયા, અમરોહા, મુરાદાબાગ, રામપુર, બરેલી, પાલીભીત, શાહજહાંપુર, સંભલ, બદાયૂ, જાલૌર, ઝાંસી અને લલિતપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આપણ વાંચો:  લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button