નેશનલ

ચક્રવાત ‘તેજ’ની અસરઃ દિલ્હી-NCRમાં આજે પડી શકે છે વરસાદ

આ ત્રણ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં આજે રાત્રે ઝરમર વરસાદ સાથે આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે અને આજે કેરળ અને તમિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ભારતીય વેધશાળાના જણાવ્યાનુસાર કેરળ, માહે અને તમિલનાડુમાં વીજળી, ભારે પવન (30-40 કિમી પ્રતિ કલાક) અને વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અથવા વીજળીના ચમકારાની સંભાવના છે.


IMD અનુસાર, અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ના કારણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે, જે 150 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.

જોકે, અરબી સમુદ્રમાં આવેલા ‘તેજ’ વાવાઝોડાથી ગુજરાતને ખતરો નથી, ઓમાન-યમનના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે. IMD અનુસાર, દક્ષિણપૂર્વ અને અડીને આવેલા મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણના કોમોરિન વિસ્તાર પર ચક્રવાત પરિભ્રમણમાં મજબૂત બન્યો છે. તેની અસરને કારણે તમિલનાડુ અને કેરળમાં ઉત્તરપૂર્વ ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button