નેશનલ

દિલ્હી-ઉત્તર પ્રદેશ સહિત 21 રાજ્યમાં મુશળધાર વરસાદ: રેલવે ટ્રેકને નુકસાન: બદ્રીનાથ હાઇવે બંધ

નવી દિલ્હી: દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં વરસાદે જોરદાર બેટીંગ શરુ કરી દીધી છે. આ વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં રેલવે અને રસ્તા પરિવહન પર મોટો પરિણામ થયો છે. ઉપરાંત ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન થતાં બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.

વરસાદને કારણે દિલ્હીનું તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવ્યું છે. મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લાં 24 કલાકમાં 38.6 મિમી વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસના સતત વરસાદમાં ચમોલીમાં વર્ષની પહેલી હિમવર્ષા પણ થઇ છે. વરસાદ અને બરફને કારણે બદ્રિનાથ, હેમકુડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવર્સમાં જાણે શિયાળો બેઠો છે. કેદારનાથના પહાડોને બાદ કરતાં નીલકંઠ, બદ્રીનાથ ધામના નર નારાયણ પર્વતસહિત અન્ય શિખરો પર હિમ વર્ષા થઇ છે.


રાજસ્થાનના મૂશળધાર વરસાદને કારણે ઝાંસી વિભાગના હેતમપૂર-ધોલપૂર ખાતે રવિવારે સવારે ઝાંસી-દિલ્હી રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું હતું. ટ્રેકની નીચે માટી ઘુસી જતાં ટ્રેનો જે તે ઠેકાણે જ રોકવામાં આવી હતી. જેને કારણે લગભગ સાડા ચાર કલાક સુધી રેલ સેવા પ્રભાવિત થઇ હતી. આ સમય દરમીયાન વંદે ભારત, શતાબ્દી, ગતિમાન અને રાજધાની સહિત 20 ટ્રોનો મોડી ઉપડી હતી. ગાઝીયાબાદમાં મુશળધાર વરસાદને પગલે રસ્તાઓ જળાશયોમાં ફેરવાયા છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો ઘરોમાં ફંસાઇ ગયા છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે. લાલકુઆનમાં એક કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ખાડામાં પડી ગઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button