નેશનલ

હિમાચલ પ્રદેશ જતા પહેલા સો વાર વિચારજો, નહી તો મુશ્કેલીમાં ફસાઈ જશો!

શિમલા: છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હિમાલયન રાજ્યોમાં તારાજી સર્જાઈ છે. એવામાં હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની (heavy rain) આગાહી કરી છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટે હિમાચલ પ્રદશ(Himachal Pradesh)માં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને વીજળીના પાડવાનું ‘ઓરેન્જ એલર્ટ’ (Orange alert) જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કાંગડા, સિરમૌર, ચંબા, શિમલા, કુલ્લુ, કિન્નૌર, સોલન અને મંડી જિલ્લાના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ પૂર આવવાની ચેતવણી પણ આપી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, મંડીમાં 37, શિમલામાં 29, કુલ્લુમાં 26, કાંગડામાં છ, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિમાં ચાર-ચાર, સિરમૌરમાં બે અને હમીરપુરમાં એક સહિત કુલ 109 રસ્તાઓ હાલ બંધ છે. આગામી પાંચથી છ દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડની શક્યતા અંગે ચેતવણી પણ આપી છે. વિભાગે ભારે પવન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે બગીચા, પાક, નબળા બાંધકામો અને કચ્છી મકાનોને નુકસાન થવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

31 જુલાઈની મધ્યરાત્રિએ શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં વાદળ ફાટવાને કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. કુલ્લુના નિરમંડ, સાંજ અને મલાના, મંડીના પધાર અને શિમલાના રામપુરમાં અચાનક આવેલા પૂરે ભારે તારાજી સર્જી છે. સૌથી વધુ અસર રામપુર સબડિવિઝનના સરપારા પંચાયત હેઠળના સમેજ ગામને થઇ છે, આ ગામના લગભગ 25 લોકો ગુમ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મંડીના રાજભાન ગામમાંથી નવ મૃતદેહ મળી આવ્યા હતા, કુલ્લુ જિલ્લાના નિર્મંદ અને બાગીપુલમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા અને શિમલા જિલ્લાના સમેજ અને ધડકોલ, બ્રો અને સુન્ની ડેમની આસપાસના વિસ્તારોમાંથી 10 મૃતદેહો મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે કુલ 22 મૃતદેહોમાંથી બુધવારે છ મૃતદેહ મળી આવ્યા હતા. જેમાંથી ચાર મૃતદેહ શિમલામાં અને બે મૃતદેહ કુલ્લુમાં મળ્યા છે. અત્યાર સુધીમાં 12 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને બાકીના મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 85 કિલોમીટરના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

રાજ્યના મહેસૂલ પ્રધાન જગત સિંહ નેગીએ બુધવારે જણાવ્યું હતું કે વધુ મૃતદેહો મળવાની શક્યતા ઓછી છે કારણ કે ધોવાઇ ગયેલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પહેલેથી જ હાથ ધરવામાં આવ્યું હતું. ગુમ થયેલા લગભગ 30 લોકોના પરિવારજનોની આશાઓ ધૂંધળી થવા લાગી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..