Zomato કેમ ગ્રાહકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર નહીં કરવા રિક્વેસ્ટ કરી રહ્યું છે?
મુંબઈ/નવી દિલ્હીઃ આપણામાંથી ઘણા લોકો ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ ઝોમેટો (Online Food Delivery App Zomato) પરથી ફૂડ ઓર્ડર કરતાં હોય છે, પરંતુ હવે આ એપ જ ગ્રાહકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર નહીં કરવાની અપીલ કરી રહ્યું છે એ વાંચીને આંચકો લાગ્યો ને? ચાલો તમને આખી ઘટના વિશે વિસ્તારથી જણાવીએ. ઝોમેટો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને બપોરના સમયે જો એકદમ જરૂરી હોય તો જ ઓર્ડર કરવાની અપીલ કરી છે, નહીં તો આ સમયે ઓર્ડરે કરવાનું ટાળવું જોઈએ.
બપોરના સમયે પોતાના ડિલીવરી બોયને લૂ અને હીટવેવથી બચાવવા માટે આ અપીલ કરવાની ઝોમેટોના પગલાંને વખાણ્યું છે તો કેટલાક લોકોને કંપનીનું આ પગલું બિલકુલ પસંદ નથી આવ્યું. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જો આવું છે તો બપોરના 12થી 4 વાગ્યા સુધી તમે જ તમારી સર્વિસ બંધ કરી દો. ક્યારેક ફાયદા કરતાં માણસાઈ વધારે મહત્ત્વની હોય છે. હા, અમે ચોક્કસ ખાવાનું ઓર્ડર નહીં કરીએ પણ તમે પણ તમારા તરફથી જો સર્વિસ બંધ કરશો તો તે વધારે ઉપયુક્ત ગણાશે.
Read More: Killer Heat Wave: મિરઝાપુરમાં 6 હોમગાર્ડ સહિત 13નાં મોત
બીજા એક યુઝરે લખ્યું છે કે તમે તો લોકોને ખાવાનું પહોંચાડવાનું કામ કરો છો અને લોકો ખૂબ જ જરૂરિયાતનો સામાન જ ઓર્ડર કરતા હોય છે. જો તમે સાચે જ તમારા કર્મચારીઓની ચિંતા કરો છો તો તમારે એવું લખવું જોઈતું હતું કે બપોરના સૌથી વધારે તાપ હોય છે અને એ સમયે અમારી સર્વિસ બંધ રહેશે.
ઝોમેટો (Zomato) દ્વારા ગ્રાહકોને ઉનાળામાં લૂ લાગે એનવા સમયે ઓર્ડર ન કરવાની અપીલનો વિરોધ કરતાં એક યુઝરે લખ્યું હતું કે ખાવાનું ઓર્ડર લેતી એપ જ ગ્રાહકોને કઈ રહી છે કે બપોરના સમયે ઓર્ડર આપવાનું ટાળો. એકલા રહેનારાઓનું શું થશે? જો તમે સાચે જ તમારા ડિલીવરી બોયની એટલી ચિંતા કરો છો તો તેમની આવક વધારવાનો પ્રયાસ કરો અને તમે એમ પણ દરેક પ્લેટફોર્મ ફી તો વસૂલો જ છે.
Read More: ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતા હો તો પહેલા આ વાંચી લો
એક રિપોર્ટ અનુસાર દેશભરમાં હીટવેવને કારણે અનેક રાજ્યમાં લૂ લાગવાને કારણે 61થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને એમાંથી 23 લોકો તો એવા હતા કે જે લોકો લોકસભાના ચૂંટણીના છેલ્લાં તબક્કાના મતદાનની તૈયારીઓમાં વ્યસ્ત હતા.