દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્, દિલ્હીમાં 50ને પાર પહોંચ્યો પારો | મુંબઈ સમાચાર

દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્, દિલ્હીમાં 50ને પાર પહોંચ્યો પારો

દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભયંકર હીટવેવની અસર જોવા મળી રહી છે. જ્યારે દિલ્હીમાં હવામાન વિભાગ IMD દ્વારા ગરમીનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાન અને ભેજનું પ્રમાણે ઊંચું રહેશે. તો દેશના ઘણા વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આઇએમડીએ વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 26-27 મેથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે સ્થિર થઇ ગયેલુ હોવાથી આગામી બે થી ત્રણ દિવસમાં પુનર્જીવિત થશે.

બુધવારે સાંજે દિલ્હીમાં ભેજનું પ્રમાણ લગભગ 40% જેટલું નોંધાયું હતું, જેના કારણે તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. આજે પણ ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ભેજ યુક્ત વાતાવરણના કારણે ગરમીનો અનુભવ તીવ્ર થશે, જેનાથી લોકોમાં અસ્વસ્થતા વધશે.

આ સાથે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જે ગરમીમાં થોડી રાહત આપી શકે છે.

મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, ભાર પવન સાથે વરસાદનીનું આગમન મહારાષ્ટ્રમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે. જ્યારે આગામી 13 જૂન શુક્રવારથી દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનુ આગમન થઈ શકે છે. આ પછી દિલ્હીનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે જશે, જે લોકોને ગરમીથી નોંધપાત્ર રાહત આપશે. લોકોને ગરમીથી બચવા પૂરતું પાણી પીવું અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

રાજસ્થાનનના શ્રી ગંગાનગરમાં મહત્તમ 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી 6.5 ડિગ્રી વધારે હતું. રાજસ્થાનના ચિત્તોડગઢમાં 45.7, ચુરુ અને ફાલોદીમાં 45.8 ડિગ્રી, જયપુરમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button