Shri Krishna Janmabhoomi કેસમાં સુનાવણી પૂર્ણ, અદાલતે ચુકાદો અનામત રાખ્યો

પ્રયાગરાજ : શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Shri Krishna Janmabhoomi) અને શાહી ઇદગાહ કેસમાં ઘણા દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જસ્ટિસ મયંક કુમાર જૈનની બેંચે આ કેસની સુનાવણી કરી રહી હતી. મથુરામાં(Mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસમાં દાખલ કરાયેલ સિવિલ દાવાઓ પર અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી લગભગ બે કલાક પછી શુક્રવારે પૂર્ણ થઈ. જેની બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
શ્રી કૃષ્ણના જન્મસ્થળની જમીન પર ગેરકાયદે કબજો : હિંદુ પક્ષ
હિંદુ પક્ષે દલીલ કરી હતી કે શાહી ઇદગાહ મસ્જિદ શ્રી કૃષ્ણના જન્મસ્થળની જમીન પર ગેરકાયદે કબજો છે. હિંદુ પક્ષનું કહેવું છે કે મસ્જિદ પક્ષનો જમીન પર કોઈ કાનૂની અધિકાર નથી. જો કે, અહીં 1669 થી સતત નમાઝ અદા કરવામાં આવી રહી છે.
હિન્દુ પક્ષે શું દલીલ આપી ?
હિંદુ પક્ષે દલીલ કરી છે કે પહેલા મંદિરને તોડી પાડવામાં આવ્યું અને પછી તે જ જગ્યાએ શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી. હિન્દુ પક્ષનું કહેવું છે કે વકફ બોર્ડે તેને માલિકી વગર વકફ પ્રોપર્ટી તરીકે જાહેર કર્યું છે. એએસઆઈ દ્વારા તેને નઝુલ જમીન તરીકે પણ જાહેર કરવામાં આવી છે. અગાઉ ગુરુવારે, મસ્જિદ પક્ષે કહ્યું હતું કે મંદિર પક્ષ પાસે દાવો દાખલ કરવાની કાનૂની ક્ષમતા નથી.
મસ્જિદ પક્ષે આ દાવાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા
જ્યારે મંદિર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ બાબતમાં વિલંબ કરવા માટે વારંવાર ચર્ચા કરવામાં આવી રહી છે. શાહી ઇદગાહ મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને તેને હટાવવાની માંગ સાથે 18 સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યા છે. મસ્જિદ પક્ષે આ દાવાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.