ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

ચીનમાં ફેલાય રહેલા વાયરસને પગલે સ્વાસ્થ્ય મંત્રાલય સાવધ; કહ્યું ભારત આ માટે……

નવી દિલ્હી: ચીનમાં હાલ હ્યુમન મેટાપ્યુમોવાયરસનો પ્રકોપ દેખાઈ રહ્યો છે. ચીનમાં ફેલાઈ રહેલા આ નવા વાયરસને લઈને ભારત સહિત સમગ્ર વિશ્વમાં દહેશત છે. વાયરસને કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યાના પણ અહેવાલો છે. તાજેતરના અહેવાલોને જોતા આરોગ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે આ સ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને નિયમિત અપડેટ આપવા માટે અનુરોધ કર્યો છે.

ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સાવચેતીના ભાગરૂપે HMPV કેસની તપાસ કરતી લેબોરેટરીઓની સંખ્યા વધારવામાં આવશે. વધુમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) આખા વર્ષ દરમિયાન HMPV વલણો પર નજર રાખશે. સ્થિતિની સમીક્ષા કરવા માટે શનિવારે સંયુક્ત મોનિટરિંગ ગ્રૂપ (JMG)ની નવી દિલ્હીમાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસીઝની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

ભારત શ્વસન સબંધી રોગો સામે આપશે લડત
મંત્રાલયે જણાવ્યું કે ચર્ચા બાદ એ વાત પર સહમતિ બની હતી કે ચીનમાં સ્થિતિ અસામાન્ય નથી, ખાસ કરીને ફ્લૂની મોસમને ધ્યાનમાં રાખીને. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્તમાન ઉછાળો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવીને કારણે છે, જે સામાન્ય રીતે આ ઋતુમાં જોવા મળે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના અભ્યાસના આંકડાઓ સૂચવે છે કે ભારત શ્વસન સંબંધી રોગોમાં કોઈપણ વધારાનો સામનો કરવા માટે તૈયાર છે. આરોગ્ય પ્રણાલીઓ અને સર્વેલન્સ નેટવર્ક સતર્ક છે, જેથી દેશમાં કોઈપણ સ્વાસ્થ્ય પડકારોનો ઉકેલી શકાય.

આ પણ વાંચો…દાદીના મર્યા પહેલાં લખપતિ કેવી રીતે બની શકાય? જાણો પાકિસ્તાનીઓએ કોને પૂછ્યો આ સવાલ

ચીનના વાયરસથી દુનિયામાં ભીતિ
ચીનમાં નવા વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેને લઈને સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ છે. આ વાયરસની ગંભીર અસરો કોરોના જેટલી જ જીવલેણ છે કે કેમ તેની સૌને ભીતિ છે. શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બનેલા આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે. આ વાયરસની કોઈ રસી નહિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) ચીન પાસે આ વાયરસ વિશે માહિતી માંગી છે. જોકે, ચીને સબ સલામત હોવાનો દાવો કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button