નેશનલ

HDFC Bankમાં છે તમારું ખાતું? તો તો આ સમાચાર તમારે જાણી લેવા જોઈએ, પછી કહેતા નહીં કે કીધું નહોતું…

મુંબઈઃ એચડીએફસી બેંક (HDFC Bank)ના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારું પણ આ બેંકમાં ખાતુ છે તો તમારે આ સમાચાર જાણી લેવા જોઈએ, તો તમે ફાયદામાં રહેશો, પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ. આવો જોઈએ શું છે આ મહત્ત્વની માહિતી-

એચડીએફસી બેંક એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. પ્રાઈવેટ સેક્ટરની આ બેંકે ડાઉનટાઈમ એલર્ટ જાહેર કર્યું છે, જેને કારણે બે દિવસ સુધી બેંકની અનેક સર્વિસ થોડા સમયે માટે બંધ રહેશે. જેને કારણે તમારે તમારા મહત્ત્વના કામ ઝડપથી કરી લેવા જોઈએ, જેથી તમને પાછળથી હાલાકી ના ભોગવવી પડે.

આ પણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

બેંક દ્વારા તેમના રજિસ્ટર્ડ ઈમેલ પર આ બાબતની માહિતી આપતા ઈમેલ કરીને નોટિફિકેશન એલર્ટ મોકલ્યા છે. આ ડાઉનટાઈમ દરમિયાન ખાતાધારકોને વિવિધ ઓપ્શન સિલેક્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને બેંક દ્વારા મેઈન્ટેનન્સ ટાઈમનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

ઓફિશિયલ વેબસાઈટ પર પણ બાબતની માહિતી આપવામાં આવી છે અને એ અનુસાર 25ની જાન્યુઆરીના રોજ ત્રણ કલાક માટે યુપીઆઈ મેઈન્ટેનન્સ વર્ક ચાલશે. જેને કારણે રાતે 12 વાગ્યાથી લઈને વહેલી સવારે 3 વાગ્યા સુધી સર્વિસ બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહકો સેવિંગ, કરન્ટ, રૂપે, ક્રેડિટકાર્ડ, એચડીએફસી મોબાઈલ બેંકિંગ એપની મદદથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.

આ પણ વાંચો: SEBIએ HDFC બેંકને આપ્યો વોર્નિંગ લેટર

એટલું જ નહીં પણ 24મી જાન્યુઆરીના રાતે 10 વાગ્યાથી લઈને 25મી જાન્યુઆરી, બપોરે 2 વાગ્યા સુધી કુલ 16 કલાક માટે અનેક સેવાઓ બંધ રહેશે. આ દરમિયાન એસએમએસ બેંકિંગ, નેટ બેંકિંગ અને ફોનબેંકિંગ આઈવીઆર સર્વિસનો લાભ કસ્ટમર્સ નહીં ઉઠાવી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button