નેશનલ

હાથરસ વિદ્યાર્થી બલી કેસ: પિતાએ કહ્યું ‘પોલીસ તપાસ પર નથી ભરોસો, બુલડોઝર કાર્યવાહી અને SITની કરી માંગ’

હાથરસ: યુપીના હાથરસની એક રેસિડેન્શિયલ સ્કૂલમાં મેનેજર અને તેના તાંત્રિક પિતા દ્વારા બાળક સાથે કરવામાં આવેલ ક્રૂર કૃત્ય લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. જોકે પોલીસે આરોપીઓને પકડીને જેલ હવાલે કરી દીધો છે, પરંતુ લોકોમાં આ ઘટનાનો ખૂબ જ રોષ વ્યાપ્યો છે. બાળકની હત્યાને લઈને લોકોના મનમસ્તિષ્કમાં વેદના સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જ્યારે એક અંગ્રેજી અખબારે પિતા કૃષ્ણ કુશવાહ સાથે તેમના પુત્રના શિક્ષણ અને ભવિષ્ય વિશે વાત કરી તો તેઓ આંસુએ ભાંગી પડ્યા. તેણે કહ્યું કે તેણે તેના પુત્રને લઈને તેના તમામ સપનાઓ ભાંગીને નેસ્તનાબૂદ થઈ ચૂક્યા છે.

તેણે જણાવ્યું કે તેઓ નોઈડામાં એક ખાનગી ફર્મમાં સોફ્ટવેર પ્રોફેશનલ તરીકે કામ કરે છે. તેણે તેના પુત્રને સારું શિક્ષણ મેળવેશે તે આશયથી આ શાળામાં ધોરણ 5 સુધી રાખ્યો હતો. ત્યારબાદ તેઓ તેને શહેરની વધુ સારી શાળામાં બેસાડવાનું વિચારી રહ્યા હતા. તેમણે કહ્યું, તે એક દાયકા કરતાં વધુ સમયથી સોફ્ટવેર પ્રોફેશનલ તરીકે કામ કરી રહ્યો છે. કોવિડ સમયગાળા દરમિયાન તેણે પહેલા તેની પત્ની અને બાળકોને હાથરસમાં તેમના વતન ગામ પાછા મોકલ્યા હતા. ત્યારબાદ તેમના પુત્રને આ શાળામાં લોઅર કેજીમાં પ્રવેશ મળ્યો. પ્રથમ વર્ષમાં તે ડે સ્કોલર હતો, પરંતુ યુકેજીથી તેણે હોસ્ટેલમાં રહેવું પડ્યું.

તેમણે કહ્યું હતું કે ગામમાં રહેવું વધુ સારું અને આર્થિક રીતે પણ પોસાય તેમ હતું આથી પત્ની અને બાળકને ગામડામાં રાખ્યા. અને તે દર અઠવાડિયે નોઈડાથી ત્યાં આવતા હતા. પોતાના દીકરાની હત્યા બાદ કુશવાહએ કેસની તપાસ કરવા SIT નિમવા, આરોપીઓના ઘર પર બુલડોઝ ચલાવવા અને ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે અમે કેસના નિકાલથી સંતુષ્ટ નથી કારણ કે અમે માનીએ છીએ કે અન્ય લોકો પણ તેમાં સામેલ હતા. યોગ્ય તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવી જોઈએ.

તેમના પુત્ર સાથે બનેલી ઘટનાને યાદ કરતા કુશવાહે કહ્યું કે તેઓ 23 સપ્ટેમ્બરે નોકરી પર જવા માટે જ્યારે તેમના ગામથી જવાના હતા ત્યારે તેમને સ્કૂલના મેનેજર દિનેશ લાલ બઘેલનો ફોન આવ્યો કે તેમની પુત્રને તાવ આવ્યો છે. મેં તેમને મારા પુત્રને ઘરે મૂકવા કહ્યું જેથી હું તેની સારવાર કરાવી શકું. તેના પર સ્કૂલના મેનેજરે કહ્યું કે તે પોતે છોકરાની સારવાર કરાવશે. બાદમાં તેણે કહ્યું કે છોકરાની હાલત બગડી રહી છે અને તેથી તેને આગ્રા લઈ જવામાં આવી રહ્યો છે. અમે પછી એકપણ ઘડીની રાહ જોયા વગર શાળા સંચાલકનો પીછો કર્યો. જેને અમે સાદાબાદ ખાતે રોકી લીધા હતા અને ત્યાં મારા પુત્રનો મૃતદેહ તેની સ્કૂલ બેગ સાથે પડેલો હતો.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ