હાથરસઃ યુપીના હાથરસમાં(Hathras)મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 116 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કાર્યક્રમ ભોલે બાબાનો હતો જેઓ નારાયણ સાકાર વિશ્વ હરી તરીકે જાણીતા છે.જેમાં હજારો ભક્તો એકઠા થયા હતા.
કોણ છે એ બાબા જેના સત્સંગમાં દુર્ઘટના ઘટી ?
નારાયણ સાકાર વિશ્વ હરી જેમના કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. તે મૂળ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. તેમણે તેમનું શિક્ષણ અહીં મેળવ્યું હતું. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે આઈબી એટલે કે ઈન્ટેલિજન્સ વિભાગમાં નોકરી લીધી અને લાંબા સમય સુધી નોકરીમાં રહ્યા પછી તેમનું ધ્યાન આધ્યાત્મિકતામાં લાગી ગયું. આધ્યાત્મિક જીવનમાં આવ્યા પછી તેમણે તેમનું નામ પણ બદલી નાખ્યું અને તેમના ભક્તોમાં નારાયણ સાકાર હરિ તરીકે જાણીતા થયા.
નારાયણ સાકાર હરિ અન્ય ધાર્મિક બાબાઓની જેમ ભગવા વસ્ત્રો કે અન્ય પોશાકમાં જોવા મળતા નથી. નારાયણ હરિ ઘણીવાર સફેદ સૂટ, ટાઈ અને શૂઝ પહેરે છે અને કેટલીકવાર કુર્તા-પાયજામા પણ પહેરે છે. સાકાર હરિ પોતે કહે છે કે તેમના કામકાજના દિવસોમાં તેમનું મન વારંવાર આધ્યાત્મિકતા તરફ દોડતું હતું, તેથી જ તેમણે નિઃસ્વાર્થ ભાવે સેવા કાર્ય શરૂ કર્યું હતું. સાકાર હરીએ જણાવ્યું કે તેમણે 1990ના દાયકામાં પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના મેળાવડામાં કે સત્સંગમાં જે પણ દાન, દક્ષિણા, અર્પણ આવે છે, તે પોતાની પાસે રાખતા નથી, પરંતુ ભક્તો માટે ખર્ચ કરે છે.
કાસગંજના બહાદુર નગરના વિશાળ આશ્રમની વિગતો સામે આવી
જો બાબાના આશ્રમોની વાત કરીએ તો તે ખૂબ જ ભવ્ય છે અને તેની કિંમત કરોડોમાં છે. યુપીના કાસગંજ સ્થિત બાબાના આશ્રમની વિગતો પણ સામે આવી છે. આ વિગતો બહાદુર નગરના આશ્રમની છે જેમાં આશ્રમ વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યો છે. આશ્રમને સફેદ કલર કરવામાં આવ્યો છે અને આશ્રમની ફરતે ઉંચી બાઉન્ડ્રી બનાવવામાં આવી છે. આશ્રમના દરવાજામાં પ્રવેશતા જ એક બહુ મોટું પ્રાંગણ દેખાય છે. જેમાં સેંકડો લોકો બેસી શકે અને અહીં નાના-મોટા કાર્યક્રમો યોજી શકાય.
આશ્રમ 30 વીઘામાં
બહાદુરનગરમાં ભોલે બાબાનો આશ્રમ 30 વીઘામાં બનાવવામાં આવ્યો છે અને અનુયાયીઓનું આરામગૃહ પાંચ વીઘામાં બનાવવામાં આવ્યું છે. બાબા પાસે સેવકોની પોતાની સેના પણ છે.
Also Read –