ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જિતી લેનારી ટીવીથી બોલીવૂડમાં એન્ટ્રી લેનારી એક્ટ્રેસ યુવિકા ચૌધરીનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસનો આ લૂક જોઈને ફેન્સની હાર્ટબીટ એકદમ ફાસ્ટ થઈ ગઈ હતી. હાલમાં જ યુવિકાએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેરીને કેમેરા સામે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
ફેન્સ અને પાપારાઝી તો આ જાળીદાર સેમિ ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં પોતાની મનપસંદ સ્ટારને જોઈને મદહોશ થઈ ગયા હતા. યુવિકા મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં આ હોટ અને રિવિલિંગ ડ્રેસ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
બોડીકોન બ્લેક કલરની શોર્ટ ટાઈટ ફિટિંગવાળી ડ્રેસમાં યુવિકા એકદમ કમાલની હોટ લાગી રહી હતી. ફેન્સ તેની અદાઓ અને કર્વી ફિગરને જોઈને ફોટો પરથી પળવાર માટે પણ નજર હટાવી શક્યા નહોતા. એક્ટ્રેસ એટલા માટે પણ લાઈમલાઈટમાં આવી હતી કારણ કે ડ્રેસમાં અનેક જગ્યાએ નેટવાળું ફેબ્રિક લગાવવામાં આવ્યું છે અને એમાંથી બધું આરપાર જોઈ શકાય છે. યુવિકાએ રેડ લિપસ્ટિક અને સટલ મેકઅપ કર્યો હતો અને પિંક કલરની હાઈ હિલ્સ શૂઝ પહેરીને તેણે પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો હતો.
અહીંયા તમારી જાણ માટે યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરૂલાની લવસ્ટોરી રિયાલિટી ટીવી બિગ બોસથી શરૂ થઈ હતી અને ત્યાર બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નને પાંચ વર્ષનો સમય થઈ ગહયો છે. હાલમાં જ પ્રેગ્નન્સીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષથી બેબી પ્લાનિંગ કરી રહ્યા છીએ. બધું ભગવાનના હાથમાં છે અને એમના પ્લાનિંગ પર સવાલ કઈ રીતે ઉઠાવી શકાય?