ટોપ ન્યૂઝનેશનલ

Haryana political crisis: અપક્ષ વિધાનસભ્યના મૃત્યુ બાદ હરિયાણાની સૈની સરકાર સંકટમાં, બહુમતીથી આટલી દુર

ચંડીગઢ: મુશ્કેલીમાં ફસાયેલી હરિયાણાની નયાબ સિંહ સૈની(Nayab Singh Saini) સરકારનું સંકટ વધ્યું છે, એક અપક્ષ વિધાનસભ્યનું મૃત્યુ થતા સૈની સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં તકલીફ થઇ શકે છે. હરિયાણાના બાદશાહ વિધાનસભા ક્ષેત્રના અપક્ષ વિધાનસભ્ય રાકેશ દૌલતાબાદ(Rakesh Daultabad)નું શનિવારે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું, હવે પહેલાથી જ લઘુમતીમાં ચાલી રહેલી નયાબ સિંહ સૈની સરકાર માટે બહુમતી સાબિત કરાવી મોટો પડકાર બની ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્યના ઘણા નેતાઓએ રાકેશ દૌલતાબાદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બહુમતી સાબિત કરવા મથામણ કરી રહેલી ભાજપ સરકારને તેમનું સમર્થન હતું. રાકેશ દૌલતાબાદના નિધન સાથે, 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં સભ્યોની સંખ્યા હવે ઘટીને 87 થઈ ગઈ છે. આ મુજબ બહુમતીનો આંકડો 44 હશે.

સત્તામાં રહેલી ભાજપ પાસે પોતાના 40 વિધાનસભ્યો છે. આ સિવાય ભાજપને હરિયાણા લોકહિત પાર્ટીના વિધાનસભ્ય અને પ્રીથલાના અપક્ષ વિધાનસભ્ય નયનપાલ રાવતનું સમર્થન છે. આ વિધાનસભ્યો સહિત ભાજપના સભ્યોની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેમને બહુમતી માટે વધુ બે વિધાનસભ્યોના સમર્થનની જરૂર પડશે.

ભાજપ સરકારને અપક્ષ વિધાનસભ્યોનું સમર્થન હતું, પરંતુ તાજેતરમાં ત્રણ અપક્ષ વિધાનસભ્યો ધર્મબીર ગોંડર, સોમવીર સાંગવાન અને રણધીર ગોલને પોતાનું સમર્થન પાછું ખેંચીને સૈની સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. અગાઉ દસ વિધાનસભ્યો સાથેની જનનાયક જનતા પાર્ટી પણ ભાજપ સરકારથી અલગ થઈ ગઈ હતી. જોકે ભાજપનો દાવો છે કે પક્ષ પાસે બહુમતીના આંકડા છે.

કોંગ્રેસના વિધાનસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને બહુમતી ન ધરાવતી ભાજપ સરકારને બરતરફ કરવાની માંગ કરી હતી, પરંતુ રાજ્યપાલ દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તે જ સમયે, કોંગ્રેસના નેતાઓએ પણ કહ્યું હતું કે તેઓ સરકાર બનાવવા માંગતા નથી.

રિયાણાની સૈની સરકારનો કાર્યકાળ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ કારણથી હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે તેઓ અત્યારે લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત હતા. આ કારણે, આ વિષય પર વધુ ચર્ચા થઈ નથી. એક-બે દિવસમાં તમામ નેતાઓ આ મુદ્દે ચર્ચા કરીને વિચારણા કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ