આપઘાત કરનારા IPS પૂરણ મહિલા પોલીસકર્મીઓનું જાતિય શોષણ કરતા હોવાનો ASIનો આક્ષેપ

રોહતક: છેલ્લા એક અઠવાડિયામાં હરિયાણામાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આત્મહત્યા કરી લેતા રાજ્યના પોલીસ વિભાગમાં ખળભળાટ મચેલો છે. બંને આત્મહત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલસા થઇ રહ્યા છે, જેને કારણે પોલીસ વિભાગમાં વ્યાપેલા જાતિ ભેદભાવ, ભ્રષ્ટાચાર, લાગવગ અને ખંડણી જેવા દુષણોનો પોટલો ખુલી રહ્યો છે. પોલીસ અધિકારીઓની ગેંગસ્ટરો સાથે સાંઠગાંઠ હોવાનો પણ ખુલાસો થઇ રહ્યો છે, એવામાં રાજ્ય દળની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
એક પછી એક બે અધિકારીઓની આત્મહત્યા:
પહેલા હરિયાણાના રોહતકમાં આવેલી પોલીસ એકેડમીમાં તૈનાત વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી લીધી હતી, સુસાઈડ નોટમાં તેમને સિનીયર અધિકારીઓ પર જાતિ આધારિત ભેદભાવ અને સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો, આ કેસ દેશભર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેની તપાસ ચાલી રહી હતી, એવામાં એક મોટો વળાંક આવ્યો. રોહતકમાં સાયબર તૈનાત આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સંદીપ કુમારે ગોળીમારીને આત્મહત્યા કરી લીધી, તેમણે વાય. પૂરણ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
વાય. પૂરણ કુમાર પર ગંભીર આરોપ:
સંદીપ કુમારે ત્રણ પાનાની સુસાઈડ નોટ છોડી છે અને પહેલાથી રેકોર્ડ કરેલો એક વીડિયો મેસેજ પણ છોડ્યો છે. વિડીયોમાં ASI સંદીપ કુમારે મૃતક અધિકારી વાય. પૂરણ કુમાર અને તેમના સાથીઓ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓના જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે.
સંદીપે કુમારે વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે વાય. પૂરણ કુમાર જાતિ આધારિત રાજકારણ ચલાવીને સિસ્ટમ પર દબદબો જમાવવા ઈચ્છતા હતાં. તેમણે આરોપ લગાવ્યો કે વાય. પૂરણ કુમારે પ્રામાણિક અધિકારીઓને હટાવ્યા અને તેમના “ભ્રષ્ટ” અધિકારીઓને સ્થાન આપ્યું. આ અધિકારીઓ સરકારી ફાઇલોમાં નાની ક્લેરીકલ ભૂલો શોધતા, અધિકારીઓને બોલાવતા, તેમને હેરાન કરતા અને તેમની પાસેથી પૈસા પડાવતા.
સંદીપ કુમારે આરોપ લગાવ્યો કે વાય પૂરણ કુમાર અને તેના સાથીઓ મહિલા પોલીસકર્મીઓનું જાતીય શોષણ કરતા હતા અને તેમને ટ્રાન્સફરની ધમકી આપતા હતા.
બદામનીના ડરે આત્મહત્યા કરી?
સંદીપ કુમારે વિડીયોમાં દાવો કર્યો પુરણ કુમારે ગેરકાયદેસર રીતે અઢળક નાણા ભેગા કર્યા છે. સંદીપ કુમારે કહ્યું કે વાય.પૂરણ કુમારે આત્મહત્યા એટલા માટે કરી કે તેમને ખ્યાલ આવી ગયો હતો કે તપાસમાં તેમની અને તેમના પરિવારના સભ્યોનો પોલ ખુલી શકે છે. બદનામી ડરથી પુરણ કુમારે આત્મહત્યા કરી લીધી.
હજુ વધુ ખુલાસા થઇ શકે છે:
સંદીપ કુમારની આત્મહત્યા અંગે કેસ FIR દાખલ કરવામાં આવી છે. હજુ સુધી અધિકારીઓએ આરોપીઓ સામેના ચોક્કસ આરોપો જાહેર કર્યા નથી, તપાસ આગળ વધતા કેસની વધુ વિગતો જાણવા મળી શકે છે છે.
આજે સંદીપ કુમારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવાનું છે. ત્યાર બાદ રોહતકના સ્થાનિક સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કારનું કરવામાં આવશે.
આ પણ વાંચો…હરિયાણા IPS આત્મહત્યા કેસ; DGP સામે કાર્યવાહી, રાહુલ ગાંધી પીડિત પરિવારને મળશે