નેશનલ

હે! હરિયાણાનાં મહિલા સરપંચે કહ્યું, સચિન પાયલટ મારો ક્રશ.. હતો છે અને રહેશે..

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના નેતા અને ટોંકના ધારાસભ્ય સચિન પાયલટ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. હરિયાણાના સિરસાના બાની ગામની મહિલા સરપંચ નૈના ઝોરડાએ કહ્યું છે કે રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ તેમના ક્રશ છે. બસ ત્યારથી તેઓ સમાચારનાં કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના વિશે કમેન્ટ કરી રહ્યા છે.

સચિન પાયલટ મારો ક્રશ હતો, છે અને રહેશે

જ્યારે આ બાબતે મીડિયા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, જુઓ, દરેકને ક્રશ હોય છે, પણ તેઓ બોલી શકતા નથી.. મારામાં તે હિંમત છે. સચિન પાયલટ મારો ક્રશ છે. જો એ છે તો એ છે… કોઈ આના પર ગમે તે ટિપ્પણી કરે, મને કોઈ ફરક પડતો નથી. સચિન પાયલટ મારો ક્રશ હતો, છે અને રહેશે. સાથે જ તેમણે સચિન પાયલટને રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે જોવાની ઇચ્છા વ્યક્ત કરી.

શા માટે ગમે છે સચિન પાયલટ?


સરપંચ નૈના ઝોરડાએ પોડકાસ્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ ખૂબ ગમે છે. કારણ કે તે ખૂબ જ સૌમ્ય, સુંદર અને શાંતિપ્રિય વ્યક્તિ છે. ભલે તે ક્યારેય કોંગ્રેસના નેતા સચિન પાયલટને મળી નથી, પણ તે 14 વર્ષની ઉંમરથી જ તેમને પસંદ કરે છે.

કોફી પીવાની છે ઈચ્છા

નૈના ઝોરડા ઈન્ડિયા નેશનલ લોકદળના કાર્યકર તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે તે 17 વર્ષની હતી ત્યારથી સચિન પાયલટને પસંદ કરે છે અને તે તેનો ક્રશ છે અને તે તેની સાથે કોફી પીવા માંગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button