નેશનલ

હરિયાણામાં બોઈલરમાં વિસ્ફોટમાં બેના મોતઃ 25 જણ ઘાયલ

ચંદીગઢ: હરિયાણાના સોનીપતમાં એક ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થતાં બે જણના મોત થયા હતા અને ૨૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે રાત્રે સોનીપતના કુંડલી શહેરમાં બની હતી. ઘટના સ્થળેથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ નીચે વધુ કોઈ ફસાયું હોય તો એની તપાસ ચાલી રહી છે.

સોનીપતના ડીસીપી ડૉક્ટર મનોજ કુમારે જણાવ્યું હતું કે બાજુની એક ઈમારતને પણ નુકસાન થયું છે. સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે. અમે ઓપરેશનમાં મદદ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદ માંગી છે.

આ પણ વાંચો : હરિયાણા વિધાનસભામાં ટૂંક સમયમાં ફ્લોર ટોસ્ટ થશે, પૂર્વ મુખ્ય પ્રધાન ખટ્ટરનો મોટો દાવો

મુખ્ય પ્રધાન નયબ સિંહ સૈનીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. ફેક્ટરી પાસે સંબંધિત તમામ જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ હતી કે કેમ તેની તપાસ કરવાની બાકી છે. તાજેતરમાં માર્ચની શરૂઆતમાં, હરિયાણાના રેવાડીમાં સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટમાં ૧૪ કામદારોના મોત થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button