
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશઃ ગાઝિયાબાદમાં હવાલાનો કારોબાર કરતા કૌભાંડી હર્ષવર્ધન જૈનને આજે પોલીસ કોર્ટમા રજૂ કરશે. આરોપી હર્ષવર્ધન જૈન સાથે પોલીસે પૂછપરછ કરી ત્યારે માત્ર અઢી કલાકમાં બધી જ હકીકત જણાવી દીધી હતી. આરોપીએ ખાનગી વસાહતમાં ચાર વિદેશી દૂતાવાસ બનાવી રાખ્યાં હતાં. તેના ઘરેથી લાખો રૂપિયાની કેસ, સ્ટેમ્પ, વિદેશી અને ભારતીય ચલણ, લક્ઝરી કાર અને ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. આજે આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ માંગવામાં આવશે.
હર્ષવર્ધન મોંઘી ગાડીમાં ફરતો અને 5 સ્ટાર હોટલમાં રહેતો
આરોપી હર્ષવર્ધનને વૈભવી જીવન જીવવાનો શોખ હતો. તેના માટે તે ઘણી વાર દુબઈ, દક્ષિણ આફ્રિકા, પેરિસ અને લંડનમાં અનેક વખત ફરવા માટે જતા હતાં. હર્ષવર્ધન મોંઘી ગાડીઓ રાખતો અને 5 સ્ટાર હોટલમાં રહેતો હતો. હર્ષવર્ધન ખાસ પ્રકારનો રાજદ્વારી સૂટ પહેરતો હતો, જેના કારણે તે અધિકારી જેવો દેખાઈ શકે! આ બધાની આડમાં શેલ કંપનીઓ દ્વારા હવાલાના પૈસા વિદેશમાં મોકલતો હતો.
હર્ષવર્ધન સાથે ATS એ 2.30 કલાક પૂછપરછ કરી
STF એક્શનમાં આવ્યાં બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ATS એ હર્ષવર્ધન સાથે બંધ રૂમમાં 2.30 કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે ઘણી વખત પોતાના નિવેદનો બદલ્યા અને એજન્સીને ગેરમાર્ગે દોરતા નિવેદનો આપતો રહ્યો હતો. આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે નકલી દૂતાવાસ ચલાવનાર હર્ષવર્ધન દિલ્હીના ઘણા મંત્રાલયોમાં સીધો પ્રવેશ કરતો હતો અને અલગ અલગ વાહનોમાં VIP ની જેમ મંત્રાલયમાં પહોંચતો હતો. હર્ષવર્ધને એવું પણ કહ્યું કે તેણે લંડનથી એમબીએ કર્યું છે અને ફ્રાન્સથી પીએચડીની ડિગ્રી મેળવી છે. પરંતુ હવે તેના દરેક કરતૂતનો પર્દાફાશ થઈ ગયો છે.
આપણ વાંચો: પુરુષો માટે બર્થ કન્ટ્રોલ પિલ્સઃ 16 પુરુષ પર કરેલા પરિક્ષણનું શું પરિણામ આવ્યું?
હર્ષવર્ધનના ઘરેથી એજન્સીઓને શું મળ્યું?
આરોપીના ઘરેથી 12 વિદેશી ઘડિયાળો મળી આવી છે. તેમની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ સાથે ચાર લક્ઝરી કાર જેમાં મર્સિડીઝ અને 2 હ્યુન્ડાઇ સોનાટા કારનો સમાવેશ થાય છે. આરોપી પાસેથી કુલ 44 લાખ રૂપિયાની ભારતીય અને વિદેશી ચલણ મળી આવ્યું છે.
હર્ષવર્ધન સાથે 02:30 કલાકની પૂછપરછમાં તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે, હર્ષવર્ધન જૈનની પત્નીની દિલ્હીના ચાંદની ચોક પાસે એક ઓફિસ છે. તે સોના-ચાંદીનો મોટો વ્યવસાય કરે છે. હર્ષવર્ધનને એક પુત્ર છે, જે ગાઝિયાબાદની એક ખાનગી શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. હવે હર્ષવર્ધન સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.