મહાકુંભમાં ‘વાઈરલ ગર્લ’ હર્ષા રિછારિયાએ સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
ફેક એકાઉન્ટ મારફત છેતરપિંડી અને કૌભાંડ કરતા હોવાનું જણાવ્યું

ભોપાલ: પ્રયાગરાજ મહાકુંભમાંથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હર્ષા રિછારિયાએ હવે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે. હર્ષા રિછારિયાએ ભોપાલના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફેક આઈડી અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે મહાકુંભથી અત્યાર સુધી, આવા ઘણા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં તેમના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી અને કૌભાંડો કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો
આપણ વાંચો: બોલો ચોર અને સંસ્કારીઃ સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
AI દ્વારા બનાવેલા ફેક વીડિયોથી કંટાળીને હર્ષા રિછારિયાએ ભોપાલ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર બનાવેલા 55 નકલી આઈડીથી તેઓ પરેશાન છે. પોલીસને આ ઓળખપત્રો વિશે જાણ કરવામાં આવી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ શેર કર્યો છે.
શું કહ્યું હર્ષા રિછારિયાએ?
હર્ષા રિછારિયાએ ભોપાલ સાયબર સેલની ઓફિસની બહાર એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું, “મહાકુંભથી અત્યાર સુધી, મારા નામનો ઉપયોગ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર ઘણા નકલી આઈડી બનાવવામાં આવ્યા છે.
આપણ વાંચો: Karnataka: પોલીસ વાનમાં ભગવાન ગણેશની પ્રતિમા ? શું છે સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરનું સત્ય…
મારા નામનો ઉપયોગ કરીને ઘણા જાહેરાત વીડિયો બનાવવામાં આવ્યા છે જે હું નથી કરતી. મારા નામે ઘણા લોકો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી છે. આ બધા લોકોને પાઠ ભણાવવો પણ જરૂરી છે જેથી તેઓ ભવિષ્યમાં બીજા કોઈ સાથે આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહીં.”
આત્મહત્યા કરવાની કરી હતી વાત
સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં હર્ષાએ સોશિયલ મીડિયા પર 55 નકલી આઈડી સામે એફઆઈઆર નોંધાવી હતી. હર્ષ રિછારિયાએ તાજેતરમાં આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી. તેમણે AIનાં કારણે તેના ફેક વીડિયો શેર કરવામાં આવી રહ્યા હોય તેના કારણે તેની બદમાની થઈ રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે- ‘જે લોકોને હું જાણું છું તેમણે મારા જૂના વીડિયો શેર કર્યા. તેમનાં નામ મારી પાસે આવી ગયા છે અને જે દિવસે હું તૂટી જઈશ, તે દિવસે હું સુસાઈડ નોટમાં લખીશ કે મારી સાથે કોણે શું કર્યું.