
હરિદ્વાર: હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે. તેમજ 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભાગદોડનો એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લોકો એક જગ્યાએ ફસાયેલા છે અને લોકો બુમો પાડી રહ્યા છે. તેમજ ભીડમાં લોકોના શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ અંગે હરિદ્વારમાં જીલ્લા અધિકારી મયુર દીક્ષિતે જણાવ્યું કે આ ભાગદોડ પાછળ અફવા જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તારમાં કરંટ આવી રહયો છે.
મૃત્યુ ભાગદોડના લીધે થયા છે કરંટ લાગવાથી નહી
આ અંગે વધુમાં જણાવવામાં આવ્યું કે અમે કેટલાક ફોટા જોયા છે. જેમાં તાર તૂટેલા નજરે પડે છે. એવું લાગે છે કે લોકો તાર ખેંચીને દિવાલ પર ચઢવાનો પ્રયાસ કર્યો છે જેના લીધે ભાગદોડ મચી હતી. તેમજ ડોકટરે પણ સ્પષ્ટ કર્યું છે કે લોકોના
મૃત્યુ ભાગદોડના લીધે થયા છે કરંટ લાગવાથી નહી. આ અંગે અમે આગળ તપાસ કરી રહ્યા છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી ઘાયલોને મળ્યા
આ દરમિયાન ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી ઘાયલોને મળ્યા છે. તેમજ હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, આજે સવારે 9 વાગ્યેની આસપાસ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં સીડીઓ પાસે અફવાના લીધે ભાગદોડ થઈ હતી. જેમાં 6 લોકોના જીવ ગયા છે.
આપણ વાંચો: લગ્ન બાદ આધાર કાર્ડમાં પતિનું નામ કઈ રીતે ઉમેરવું? ઘરે બેઠા જાણી લો સંપૂર્ણ પ્રક્રિયા
મેજીસ્ટ્રેટ લેવલ તપાસના આદેશ
જયારે આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ દુર્ઘટનાનાં મેજીસ્ટ્રેટ લેવલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ એ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અફવા કોણે અને કેવી રીતે ફેલાવી. આ કેસમાં જે પણ ગુનેગાર હશે તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઈજાગ્રસ્તોને જરૂરી સહાય કરવામાં આવી રહી છે.