નેશનલ

હરદા બ્લાસ્ટ, ફેક્ટરી પાસે લાઇસન્સ જ નહોતું અને તેમ છતાં તે 2017થી ધમધમી રહી હતી……

હરદા: મધ્ય પ્રદેશના હરદામાં 6 ફેબ્રુઆરીના રોજ એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા હતા અને 250થી વધારે લોકો ઘાયલ થયા હતા. ખાસ બાબત તો એ હતી કે આ ફેક્ટરી પાસે કોઈ લાઇસન્સ નહોતું. અને તેમ છતાં આ ફેક્ટરી કોઈપણ રોક ટોક વગર છેલ્લા બે દાયકાથી અહી ધમધમી રહી હતી.

એટલું જ નહી આ ફેક્ટરીમાં જરૂરી કોઈપણ નિયમોનું પાલન કરવામાં આવતું નહોતું અહી નાના બળકો પણ કામ કરતા હતા કે જે કાયદાની વિરુદ્ધ છે. જો કે 2017માં ફેક્ટરી દ્વારા લાઇસન્સ માટે અરજી કરવામાં આવી હતી પરંતુ હતુ સુધી લાઇસન્સ મળ્યું નહોતું અહી ફક્ત ચાઈનીઝ ફટાકડા અને સ્પાર્કલરના સંગ્રહ અને વેચાણ પરમિટ આપવામાં આવી હતી.

લાઇસન્સ નહોતું મળ્યું તેમ છતાં ફેક્ટરીએ 2017માં ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. અને આ બાબતે કોઈએ જોણવા જોગ ફરિયાદ કરતા કામ વચ્ચે અટકાવવામાં આવ્યું હતું પરંતુ ફેક્ટરીમાં 2018-19માં ફરીથી કામ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા આ જ ફેક્ટરીમાં થયેલા અન્ય એક વિસ્ફોટમાં એક જ પરિવારની ત્રણ મહિલા મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત 2021માં અન્ય એક ઘટનામાં 3 લોકોના મોત થયા હતા.

આ કેસમાં પણ કારખાનાના માલિકો પૈકીના એક રાજેશ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. આટલી વાર અકસ્માતો થયા હતા તેમજ સલામતી માટે પણ કંઈ પગલાં લેવામાં આવ્યા નહોતા તેમ છતાં, ફેક્ટરીનું લાઇસન્સ વર્ષ 2022માં રીન્યુ કરવામાં આવ્યું હતું, જેના કારણે ફેક્ટરીએ ફટાકડા બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને પરિણામે ગઈકાલે આ ઘટના બની હતી.

નોંધનીય છે કે અગ્રવાલ પરિવારમાં રાજકીય પ્રભાવ ધરાવતી વ્યક્તિ ફટાકડાના કારખાનાના માલિક છે. 2017 પહેલા જ્યારે સલામતીના કારણોસર આ ફેક્ટરી બંધ કરવામાં આવી હતી ત્યારે તેમને તેમની ઓળખાણ ઉપયોગ કર્યો હતો પરંતુ હરદા જિલ્લાના તે સમયના કલેક્ટરે તેમને કોઈપણ રીતે ફેક્ટરી ફરી ખોલવા દીધી નહોતી.

ઉલ્લેખનીય છે કે વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના ઘરો અને દુકાનોની બારીઓ પણ તૂટી ગઈ હતી. તેમજ નજીકમાં ઊભેલા લોકો પણ દૂર ફંગોળાઈ ગયા હતા. ઘણા ​​વીડિયો પણ વાઈરલ થયા છે. તેમાં જોવા મળે છે કે ફેક્ટરીમાંથી આગની ઊંચી ઊંચી લપેટો અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. લોકો એટલા ડરી ગયા હતા કે એ આખા વિસ્તારમાં નાસભાગ થઈ ગઈ હતી.

આ ઉપરાંત વિસ્ફોટના કારણે ત્યાંના ઘણા વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. આ ઘટના બાદ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ ઘાયલોને મળવા માટે હોસ્પિટલમાં પણ ગયા અને ખબર અંતર પૂછ્યા હતા. તેમજ આ ઘટનાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey