નેશનલ

‘ભાવિ PM અખિલેશ યાદવને જન્મદિવસની શુભેચ્છા’’, સપા હેડક્વાર્ટરની બહાર હોર્ડિંગ લાગ્યા

લખનઉ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election)માં દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બન્યા બાદ સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સપા પ્રમુખ અખિલેશ યાદવ(Akhilesh Yadav) લોકસભાના સભ્ય બન્યા છે. હવે કાર્યકરો રાષ્ટ્રીય રાજકારણમાં અખિલેશ યાદવ ભૂમિકા ભજવે એવી આશા રાખી રહ્યા છે. સપા કાર્યકર્તાઓ તેમને દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. અખિલેશ યાદવના જન્મદિવસના બે દિવસ પહેલા તેમને દેશના ભાવિ વડાપ્રધાન ગણાવીને શુભકામનાઓ આપવામાં આવી છે. લખનઉમાં સપા હેડક્વાર્ટરની બહાર લાગેલા હોર્ડિંગમાં અખિલેશને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતની કંપનીએ યુપીમાં કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક કર્યું! અખિલેશ યાદવનો ચોંકાવનારો દાવાએ

અખિલેશને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવતું આ પહેલું પોસ્ટર નથી. આ પહેલા 4 જૂને પણ કન્નૌજમાં પાર્ટી કાર્યકર્તાઓએ આવા જ પોસ્ટર લગાવીને લોકસભા બેઠક પર જીતની ઉજવણી કરી હતી.

સપાએ ગત લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વખતે સપાએ 37 લોકસભા સીટો જીતી છે. નોંધનીય છે કે દિવંગત નેતા મુલાયમ સિંહના જમાનામાં પણ સપાને આટલી સીટો મળી ન હતી. અખિલેશ યાદવના નેતૃત્વમાં અત્યાર સુધી લડાયેલી લોકસભા ચૂંટણીમાં સપાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સપાના ઘણા ઉમેદવારો 1 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. યુપીમાં આ જીતથી સપા ઉત્સાહિત છે અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાના નેતાનું કદ વધારવા તૈયાર છે. યુપીમાં INDIA ગઠબંધનને 43 બેઠકો મળી હતી.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ છતાં ભાજપને ફૈઝાબાદ બેઠક ગુમાવવી પડી હતી. આ સીટ પર બે વખતના ભાજપના સાંસદ લલ્લુ સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદનો વિજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button