Happy Birthday President: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જ એકાઉન્ટને ફોલો કરે છે, જાણો છો કોણ છે?

ભારતનાં રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ (India’s President Draupadi Murmu)નો આજે એટલે કે 20મી જૂનના જન્મદિવસ છે અને સોશિયલ મીડિયા પર તેમને સતત જન્મદિવસની શુભેચ્છા આપતી પોસ્ટ જોવા મળી રહી છે. આ સાથે સાથે જ કેટલાક લોકો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા એક્સ પર તેમનું નામ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે, પણ શું તમને ખબર છે કે રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુના એકાઉન્ટ પરથી એક જ એકાઉન્ટને ફોલો કરવામાં આવે છે? ચાલો તમને એ એક એકાઉન્ટ વિશે જણાવીએ…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના એકાઉન્ટ પરથી કોને ફોલો કરવામાં આવે છે એ વિશે વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે એક્સ એકાઉન્ટ પર તેમના 25 મિલિયન એટલે કે અઢી કરોડ ફોલોવર્સ છે. પણ જો ફોલોઈંગની વાત કરીએ તો તેમના એકાઉન્ટ પરથી એક જ એકાઉન્ટને ફોલો કરવામાં આવે છે અને હવે સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે કોનું છે એ એકાઉન્ટ?
આ પણ વાંચો: જાણો મોદી સરકાર 3.0માં સાથી પક્ષોનો કેટલો હશે હિસ્સો? કોણ બનશે મંત્રી
તમારા આ સવાલનો જવાબ છે કે આ એકાઉન્ટ કોઈ ખાસ મહત્ત્વની વ્યક્તિ તે સંસ્થાનું નથી, પણ આ એકાઉન્ટ છે રાષ્ટ્રપતિ ભવન આર્કાઈવનું છે. આ એકાઉન્ટ રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા હેન્ડસલ કરવામાં આવે છે. આ એકાઉન્ટના 502.1K ફોલોઅર્સ છે અને આ એકાઉન્ટ પરથી પણ એક જ એકાઉન્ટને ફોલો કરવામાં આવે છે જે રાષ્ટ્રપતિ ભવન એટલે કે રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ (President Draupadi Murmu) પોતાના જન્મદિવસે દિલ્હીમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અને દેશવાસીઓના કલ્યાણ અને પ્રગતિની કામના કરી હતી. રાષ્ટ્રપ્રમુખ મૂર્મુના એકાઉન્ટ પરથી આના ફોટો અને માહિતી પોસ્ટ કરવામાં આવી છે.