એક સમયે પોતાની સુંદરતાથી અને એક્ટિંગથી ઈન્ડસ્ટ્રી ગજાવનાર અને લોકોના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસે સિંગર મધર તરીકેની જવાબદારી પણ સુંદર રીતે પાર પાડી છે આજની આપણી બર્થડે ગર્લે… અપરિણીત એક્ટ્રેસ અનેક પરિણીત પુરુષોના પ્રેમમાં પડી અને એમાં એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનો સમાવેશ પણ થાય છે એટલું જ નહીં આ એક્ટ્રેસે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આવો જોઈએ કોણ હતી આ એક્ટ્રેસ અને શું ત્યાર બાદ શું થયું એ…
24મી ફેબ્રુઆરી, 1948ના જન્મેલા જયલલિતા જયરામના પિતાનું નિધન બાળપણમાં જ થઈ ગયું હતું. માતાએ જ દીકરીનું પાલન-પોષણ કરીને એને ઉછેરી અને મોટી થયા બાદ આ એક્ટ્રેસ ભારતની ફેમસ સેલિબ્રિટી બની. 20 વર્ષની ફિલ્મી કારકિર્દી દરમિયાન 140થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ પ્રોફેશનલ લાઈફ કરતાં જયલલિતા પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહ્યા હતા.
એક્ટિંગમાંથી પોલિટિક્સ જોઈન કરનાર જયલલિતાને એમ. જી. રામચંદ્રનના સ્વરૂપે આધાર મળ્યો હતો. એમજીઆર જ્યારે એક્ટિંગમાં સક્રિય હતા ત્યા તેમણે જયલલિતા સાથે 28 સુપરહિટ ફિલ્મો આપી હતી. આગળ તેમણે જયલલિતાને પોલિટિકલ મેન્ટોર તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
જયલલિતાનું રાજકારણમાં એન્ટર થવું એ પણ એક ફિલ્મી સ્ટોરી જેવું જ છે. પોતાના કરિયરમાં એકદમ ટોપ પર હતા ત્યારે જયલલિતા દિગ્ગજ એક્ટર શોભન બાબુના પ્રેમમાં પડ્યા અને બંને જણ અનેક પાર્ટીમાં એક સાથે જોવા મળ્યા હતા. શોભન બાબુ પરિણીત હોવા છતાં જયલલિતા તેમના પ્રેમમાં પડ્યા હતા શોભન બાબુ સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
શોભન બાબુએ જયલલિતા સાથે ડોક્ટર બાબુ છેલ્લી ફિલ્મ કરી હતી અને જયલલિતાના નજીકના ગણાતા એમજીઆર રાજકારણમાં એક્ટિવ હતા અને તેમણે જ જયલલિતાને રાજકારણમાં પ્રવેશવાની સલાહ આપી હતી અને જયલલિતાએ એઆઈએડીએમકે પાર્ટી જોઈન કરી. પક્ષમાં જયલલિલાતનું સતત વધતું જતું મહત્ત્વ જોઈને પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા પણ તેમને ટાર્ગેટ કરવા લાગ્યા.
જયલલિતાએ પોતાના મનની વાત સાંભળી અને પરિણીત એમજીઆર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ એમજીઆરે ક્યારેય જયલલિતાને પત્નીનો દરજ્જો નહીં આપ્યો.
એવી પણ ચર્ચા હતી કે જયલલિતાના લગ્ન તેમના પારિવારિક મિત્ર અરુણ કુમાર સાથે થતાં થતાં રહી ગયા હતા અને છેલ્લે સુધી તેમની આ ઈચ્છી પૂરી નહોતી થઈ. લગ્ન અને પ્રેમ પોતાના નસીબમાં નથી એ સમજાઈ ચૂક્યું હતું અને તેમણે પોતાના ભાઈના દીકરા શુધાકરણને દત્તક લીધો અને સિંગર મધર તરીકે એનો ઉછેર કર્યો.
એમજીઆરે કરેલાં માર્ગદર્શનના જોરે જ જયલલિતાએ તમિળનાડુના રાજકારણમાં અડગ સ્થાન હાંસિલ કર્યું હતું અને તેમનો એટલો પ્રભાવ હતો કે મૃત્યુના ચાર વર્ષ બાદ પણ તેમના નામનો ઉપયોગ તમિળનાડુના રાજકારણમાં કરવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને