Happy Birthday: જો તમે મંગળ પર ફસાયેલા હશો તો પણ…, Sushma Swarajનું જૂનું ટવીટ વાઈરલ
આજના આપણા બર્થડે સેલિબ્રિટીની વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ તેમનો જન્મદિવસ ભલે આજે છે પણ બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને યાદ કર્યા હતા અને એનું કારણ હતું કતરથી ભારત સરકારે આઠ ભૂતપૂર્વ નૌસેનાના અધિકારીઓને છોડાવ્યા હતા અને તેમની ઘર વાપસી થઈ હતી… આ ઘટનાને પગલે દેશવાસીઓને ભારત સરકારના ભૂતપૂર્વ દિવંગત વિદેશ ખાતાના પ્રધાન સુષ્મા સ્વરાજની યાદ આવી ગઈ હતી અને એની સાથે જ તેમનું એક જૂનું ટ્વીટ પણ વાઈરલ થવા લાગ્યું હતું.
જી હા, હંમેશા પોતાના બેબાક વિચારો અને એક્શનને કારણે ચર્ચામાં રહેનાર ભારતના ભૂતપૂર્વ દિવંગત વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો આજે જન્મદિવસ છે, પણ લોકોને સંજોગોવસાત્ બે દિવસ પહેલાં જ તેમની યાદ આવી હતી અને એની સાથે યાદ આવ્યું હતું તેમણે કરેલું એક ટ્વીટ…
Even if you are stuck on the Mars, Indian Embassy there will help you. https://t.co/Smg1oXKZXD
— Sushma Swaraj (@SushmaSwaraj) June 8, 2017
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ક્રિષ્ના નામના યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું કે જ્યારે આજે મેં કતારમાં ફસાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના જવાનોના ભારત પાછા ફરવાના સમાચાર સાંભળ્યા અને મને તરત જ ભૂપૂર્વ વિદેશ ખાતાના પ્રધાન સુષ્મા સ્વરાજ યાદ આવી ગયા. આ સાથે આ યુઝરે 2017માં સુષ્મા સ્વરાજે કરેલું ટ્વીટ પણ શેર કર્યું છે.
કૃષ્ણાએ આ ટ્વીટ શેર કરતાં લખ્યું હતું કે આ સમાચાર સાંભળીને મગજમાં સૌથી પહેલાં ભૂતપૂર્વ વિદેશ ખાતાના પ્રધાન સુષ્મા સ્વરાજજી અને એમની ટ્વીટ યાદ આવી ગઈ હતી જેમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ ભારતીય મંગળ પર પણ અટવાશે તો પણ ઈન્ડિયન એજન્સી તેમની મદદ માટે આગળ આવશે જ…
અત્રે ઉલ્લેખનીય છે કે દિવંગત રાજકારણી સુષ્મા સ્વરાજ તત્કાલ મદદ માટે લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ દેશોમાં ફસાયેલા અનેક ભારતીયોની મદદ કરી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ ટ્વીટર પર પણ ખૂબ જ એક્ટિવ હતા અને તેમની પાસે કોઈએ મદદ માંગી હોય તો તે તરત જ તેના પર રિપ્લાય પણ આપવા માટે પણ જાણીતા હતા. પરંતુ દુર્ભાગ્યે છઠ્ઠી ઓગસ્ટ, 2019ના દિવસે 67 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.