અમરનાથમાં છડી મુબારક યાત્રા 2025 ક્યારથી શરૂ થશે?, જાણો મહત્ત્વ

શ્રીનગરઃ ભારતમાં હિંદુ ધર્મના લોકો માટે ચારધામની યાત્રાનું ખૂબ જ મહત્વ છે. અમરનાથ યાત્રા અને છડી મુબારકએ ભારતીય હિન્દુ ધર્મના મુખ્ય ધાર્મિક કાર્યક્રમોમાંનો એક છે. આ કાર્યક્રમો ખાસ કરીને કાશ્મીરમાં યોજાય છે.
શ્રી અમરેશ્વર ધામની વાર્ષિક છડી મુબારક યાત્રા-2025 માટે સનાતન પરંપરા અનુસાર ભૂમિ પૂજન, નવગ્રહ પૂજન અને ધ્વજારોહણ જેવા ધાર્મિક વિધિઓ 10 જુલાઈ, ગુરુવારે અષાઢ-પૂર્ણિમાના શુભ પ્રસંગે પહલગામમાં લીડર નદીના કિનારે શિવમંદિરમાં કરવામાં આવશે, જે હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર મનાય છે.
આપણ વાંચો: અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો રામબન પાસે એકબીજા સાથે અથડાઇ, 36 યાત્રાળુને સામાન્ય ઇજા
શ્રીનગરથી છડી મુબારક પવિત્ર ગુફા માટે પ્રસ્થાન કરશે
આ સાથે સાથે સનાતન અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શ્રી અમરેશ્વર ધામની તીર્થયાત્રાનો પણ પ્રારંભ કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે શ્રી અમરેશ્વર ધામની છડી મુબારક 4 ઓગસ્ટે મહંત શ્રી દીપેન્દ્ર ગિરીના આશ્રયના રોજ તેના વિશ્રામ સ્થાન દશનામી અખાડા શ્રીનગરથી છારી મુબારક પવિત્ર ગુફા માટે પ્રસ્થાન કરશે.ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વાત કરવામાં આવે તો, શ્રી અમરેશ્વર ધામની વાર્ષિક તીર્થયાત્રાનો પ્રારંભ વ્યાસ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.
છડી મુબારક અંગે દશનામી અખાડાના મહંતે શું કહ્યું?
દશનામી અખાડાના મહંત અને પવિત્ર છડી મુબારકના સંરક્ષક મહંત દીપેન્દ્ર ગિરીના કહ્યાં પ્રમાણે આ વર્ષે અષાઢ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી શ્રી અમરેશ્વર ધામની યાત્રા તે જ દિવસે શરૂ થશે અને દસમી જુલાઈના ગુરુવારે પહલગામમાં લીડર નદીના કિનારે ભૂમિપૂજન, નવગ્રહ પૂજન અને ધ્વજારોહણની વિધિઓ યોજાશે, જ્યાં ભગવાન શિવે તેમના પ્રિય વાહન અને સાથી નંદીનો ત્યાગ કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે આ વિધિઓ પૂર્ણ કર્યા પછી, અમે શ્રીનગરમાં દશનામી અખાડામાં પાછા ફરીશું.
આપણ વાંચો: ગુજરાતમાંથી આ વર્ષે આટલા શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જવાની શક્યતા
પહલગામ જ આ યાત્રાનો પહેલો અને મુખ્ય બેઝ કેમ્પ
શ્રી અમરેશ્વર ધામ જેને શ્રી અમરનાથની પવિત્ર ગુફાના નામથી પણ ઓળખવામાં આવે છે. મહત્વની વાત એ પણ છે કે આ તીર્થયાત્રાએ જવા માટે પહલગામના રસ્તે જ ચાલવાનું હોય છે. પહલગામ જ આ યાત્રાનું પહેલુ અને પ્રમુખ બેઝ કેમ્પ છે.
છડી મુબારકને 24 જુલાઈના રોજ ઐતિહાસિક શંકરાચાર્ય મંદિર અને 25મી જુલાઈના રોજ શારિકા ભવાની મંદિરમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ 27મી જુલાઈના શ્રી અમરેશ્વર મંદિર દશનામી અખાડા શ્રીનગર ખાતે છડી સ્થાપનાની વિધિ કરવામાં આવશે.
આપણ વાંચો: ‘બમ બમ ભોલે’ના નારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ, આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા વધારાઈ…
તારીખ પ્રમાણે અહીં આ કાર્યક્રમો યોજાશે
અતિ મહત્વપૂર્ણ અને પરંપરાગત પવિત્ર છરી પૂજન 29મી જુલાઈના રોજ ‘નાગ-પંચમી’ના શુભ પ્રસંગે દશનામી અખાડા શ્રીનગર ખાતે કરવામાં આવશે. 4 ઓગસ્ટના રોજ છડી મુબારક પહેલગામ જવા રવાના થશે. રસ્તામાં છરી મુબારક પૂજા માટે તમામ મુખ્ય તીર્થસ્થળોની મુલાકાત લેશે અને 4 અને 5 ઓગસ્ટના રોજ પહેલગામમાં આરામ કરશે.
6 ઓગસ્ટના રોજ ચંદનવાડી, 7 ઓગસ્ટના રોજ શેષનાગ અને 8 ઓગસ્ટના રોજ પંચતરણીમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી 9 ઓગસ્ટના રોજ છરી મુબારક ‘શ્રાવણ-પૂર્ણિમા’ના શુભ પ્રસંગે અમરેશ્વર ધામમાં પ્રવેશ કરશે.
તે જ દિવસે શ્રી અમરેશ્વર ધામ ખાતે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને મુખ્ય દર્શન થશે. અહીં શિવ અને પાર્વતીની પૂજા અને દર્શન બાદ છરી મુબારક પાછા ફરશે અને યાત્રા પૂર્ણ થશે. અહીં એ જણાવવાનું કે 38 દિવસની યાત્રા શરુ થયા પછી અત્યાર સુધીમાં 70,000થી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યાં છે.