Ayodhyaમાં ભાજપની હાર બાદ Hanumangadhiના મહંતની પોસ્ટ વાઈરલ…
અયોધ્યાઃ ગઈકાલે આવેલા લોકસભાની ચૂંટણીના પરિણામ (Loksabha Election Result-2024)એ રાજકીય પક્ષોની સાથે સાથે જ નાગરિકોને પણ ચોંકાવી દીધા છે. એમાં પણ ખાસ કરીને દેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં તો તે જે ઉથલપાથલ જોવા મળી છે એ જોઈને તો લોકો દંગ રહી ગયા છે. આ બધા વચ્ચે અયોધ્યાના હનુમાનગઢીના મહંતની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે જ્યાં ભાજપે ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ કરાવ્યું એ ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામ ખરેખર ચોંકાવનારું હતું. જોકે, આ પરિણામ બાદ હવે સોશિયલ મીડિયા હનુમાગઢી (Hanumangadhi)ના મહંત રાજુ દાસની પોસ્ટ અને પ્રતિક્રિયા વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ શું છે આ પોસ્ટમાં-
હનુમાનગઢીના મહંત રાજુ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે સારું થયું રામાયણમાં ભગવાન રામ રાવણ સાથેના યુદ્ધમાં લડવા માટે વાનરો અને રીંછને લઈ ગયા હતા. જો અયોધ્યાવાસીઓને લઈ જાત તો રાવણની સોનાની લંકાના સોનાના ચક્કરમાં તેઓ રાવણ સાથે પણ સમાધાન કરી લેત.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીના મેદાનમાં ઊતરેલ ત્રણે ટ્રાન્સજેન્ડરની ડિપોઝિટ જપ્ત
અત્રે ઉલ્લેખનીય છે કે ફૈઝાબાદ લોકસભા બેઠકપરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદની જીત થતાં રાજુ દાસે આ માર્મિક પોસ્ટ કરી હતી અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ તૂફાન વાઈરલ થઈ રહી છે. ભાજપે આ બેઠક પરથી લલ્લુ સિંહને ટિકિટ આપી હતી, પરંતુ સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જિત થતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની સાથે સાથે રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતની અનેક મહત્ત્વની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી હતી અને તેમ છતાં ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.
100% Correct