નેશનલ

Mutual Fund માં રોકાણનો અડધો હિસ્સો આવે છે આ પાંચ શહેરમાંથી, જાણો વિગતે

મુંબઈ : દેશના શેરબજારમાં હાલ ચાલી રહેલી અફડા તફડીના માહોલ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)રોકાણના આંકડા પ્રકાશમાં આવ્યા છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડના કુલ રોકાણનો અડધો હિસ્સો ફફત પાંચ શહેરમાંથી આવે છે. એક એસેટ મેનેજમેન્ટ ફર્મના અહેવાલ મુજબ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, પુણે અને કોલકાતા એ પાંચ શહેરો છે જે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાં લગભગ 50 ટકા ફાળો આપે છે.

આ પણ વાંચો: Mutual Fund: આ ફંડે 22 વર્ષમાં આપ્યું અધધધ વળતર, 10 લાખના 7.26 કરોડ થયા

27.29 ટકા સાથે મુંબઈ પ્રથમ ક્રમે

આ માહિતી મુજબ જેમાં 27.29 ટકા સાથે મુંબઈ પ્રથમ ક્રમે છે. જેની કુલ સંપત્તિ 18. 92 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે દિલ્હી 12.25 ટકા અને 8.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. મ્યુચ્યુઅલ ફંડમાં કુલ સંપત્તિના 5.48 ટકા સાથે 3.8 લાખ કરોડ રૂપિયા સાથે બેંગલુરુ ત્રીજા ક્રમે છે. જ્યારે મહારાષ્ટ્રના પુણેનો હિસ્સો 3.9 ટકા સાથે 2.7 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે કોલકાતા શહેરમાંથી મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિ 2.4 લાખ કરોડ રૂપિયા અને 3.48 ટકા રોકાણ સાથે પાંચમા સ્થાને છે.

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ 2024 માં નવી ઉંચાઇ સર કરવા માટે તૈયાર છે.હાલ મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિ 68 લાખ કરોડને વટાવી ગઇ છે.

આ પણ વાંચો: Post Officeની આ સ્કીમમાં પૈસા રોકો અને કરો પૈસા Double…

સંપત્તિ નવેમ્બર 2024 સુધીમાં 68 લાખ કરોડને પાર કરવાનો અંદાજ

પ્રાપ્ત ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સંપત્તિ નવેમ્બર 2024 સુધીમાં રૂપિયા 68 લાખ કરોડને પાર કરવાનો અંદાજ છે. ડિસેમ્બર 2023 માં સંપત્તિ રૂપિયા 50.78 લાખ કરોડ હતી. આ સમયગાળા દરમિયાન રોકાણમા 34 ટકાનો વધારો થયો છે. જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મહત્તમ વધારો જોવા મળ્યો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિ 30.5 લાખ કરોડ રૂપિયા રહી છે. આમ તે કુલ સંપત્તિના 45 ટકા હતી.

18 મહિનાથી ઓછા સમયમાં સંપત્તિ બમણાથી વધુ થઈ

એક દાયકા પહેલા, ભારતીય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિ માત્ર રૂપિયા 1.9 લાખ કરોડ હતી. ઓગસ્ટ 2023 માં, સંપત્તિ પહેલી વાર 30 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઇ. જે દર્શાવે છે કે 18 મહિનાથી ઓછા સમયમાં સંપત્તિ બમણાથી વધુ થઈ છે.

નવ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 20 ટકા સુધીનું નુકસાન

નવેમ્બર 2024 માં એસઆઇપી (SIP) સંપત્તિ 13.54 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. જ્યારે નવેમ્બર 2024 માં એસઆઇપી ખાતાઓ 10.23 કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. જે સપ્ટેમ્બર 2024 માં 10.12 કરોડ હતા. માસિકએસઆઇપી પ્રવાહમાં વાર્ષિક ધોરણે 48 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો.જે નવેમ્બર 2023માં રૂપિયા 17,073 કરોડથી વધીને નવેમ્બર 2024માં રૂ. 25,320 કરોડ થયો. ભારતીય રિટેલ રોકાણકારો માટે SIP સંપત્તિ નિર્માણનો આધારસ્તંભ બની ગયું છે. પરંતુ બજારોમાં ઘટાડા સાથે છેલ્લા નવ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 20 ટકા સુધીનું નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button