Haldwani violence: ઇન્ટેલિજન્સ રિપોર્ટ સામે તંત્રએ કર્યા આંખ આડા કાન, ‘…તો આટલી નુકસાની ન થાત!’

નૈનિતાલ: ઉત્તરાખંડમાં હલ્દવાનીમાં મસ્જિદ અને મદરેસા જેવા દબાણ હટાવવાની કામગીરીને લઈને ભારે હિંસા ફાટી નીકળી હતી. જેમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલા ફિડબેક મુજબ, બનભૂલપુરામાં દબાણ હટાવવાની કાર્યવાહી કરતા પહેલા ગુપ્તચર વિભાગે તેનો અહેવાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકને આપ્યો હતો (intelligence report Haldwani violence). જો પોલીસ અને વહીવટી વિભાગે ગુપ્તચર અહેવાલ પર કાર્યવાહી કરવાની તસ્દી લીધી હોત તો હલ્દવાનીના બનભૂલપુરામાં અશાંતિ અને રમખાણોની જ્વાળાઓ ભડકી ન હોત. ઇન્ટેલિજન્સ રિપોર્ટની માહિતીનો અમલ કરવામાં ન આવ્યો જેના લીધે માટે શાંત હલ્દવાણીને ભારે કિંમત ચૂકવવી પડી હતી.
સૂત્રો તરફથી મળતી માહિતીની વાત કરવામાં આવે તો ઇન્ટેલિજન્સ રિપોર્ટના રિપોર્ટમાં કહેવામાવ્યું હતું કે દબાણ હતાઓની કામગીરી શરૂ કરતાં પહેલા ડ્રોન સર્વે કરવામાં આવે. જેથી કરીને જો પણ પ્રકારની પત્થરમારા જેવી પ્રવૃતિના સંસાર દેખાય તો તેના પર કાર્યવાહી થઈ શકે. તેમજ કાર્યવાહી અગાઉ જ પોલીસ અને સુરક્ષા દળ તૈનાત કરવાની સાલહ આપવામાં આવી હતી જેથી કરીને કોઈ અનિચ્છનિય બનાવ બને તો વાતાવરણને કંટ્રોલ કરી શકાય.
આ સિવાય જે ધાર્મિક સ્થળ પર કાર્યવાહી કરવાની હતી તેમાં કોઈ પવિત્ર પુસ્તક તો નથી રાખવામા આવ્યુંને તેની પણ ખાતરી કરવાનું જણાવ્યુ હતું. અને જો એવું હોય તો તેને પૂરા સન્માન સાથે બહાર કાઢીને અન્ય જગ્યાએ રાખીને જ દબાણ હટાઓ કામગીરી કરવામાં આવે તેવી પણ માહિતી આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી સામે આંખ આડા કાન કરવામાં આવ્યા અને તેના પર કોઈ પણ અમલવારી કર્યા વગર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી એટલે આટલી ખુવારી ભોગવવી પડી છે. આપને જણાવી દઈએ કે 150થી વધુ પોલીસકર્મીઓ ઘાયલા થયા છે, આ તોફાનોમાં ઘણા લોકોએ તેના જીવ પણ ગુમાવ્યા છે. અને મુખ્યમંત્રી કાર્યાલયે આ તમામ બાબતની ગંભીર નોંધ લીધી છે.