Top Newsનેશનલ

હાફિઝ સઈદે સાગરિતને બાંગ્લાદેશ મોકલ્યો અને દિલ્હીમાં થયો બ્લાસ્ટ, શું છે કોઈ કનેકશન?

નવી દિલ્હી : પાકિસ્તાનમાં રહેલા અને ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતા આતંકી હાફિઝ સઈદે ભારત સામે નવો મોરચો ખોલ્યો છે. જેમાં તેણે નજીકના સાગરિત બાંગ્લાદેશ મોકલ્યો છે. જે દરમિયાન આજે ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયો છે. જેમાં અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે. તેવા સમયે હાફિઝ સઈદની બાંગ્લાદેશમાં સક્રિયતા ભારત માટે ઘાતક બની રહી છે.

ભારત વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું હતું

લશ્કરે તૈયબાનો વડો હાફિઝ સઈદ સ્થાનિક યુવાનોને તાલીમ આપવા અને કટ્ટરપંથી બનાવવા માટે તેના સાગરિતોને બાંગ્લાદેશમાં જૂથના આતંકવાદી નેટવર્કનો વિસ્તાર કરી રહ્યો હોવાના અહેવાલ પણ પ્રકાશમાં આવ્યા છે. આ ઉપરાંત 30 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના ખૈરપુર તામેવાલીમાં એક રેલીને સંબોધતા, લશ્કર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું હતું. તેમજ કહ્યું હતું કે અમારા લોકો બાંગ્લાદેશ માં સક્રિય છે અને ભારતને જવાબ આપવા માટે તૈયાર છે. તેમજ તેણે કહ્યું હતું કે હાફિઝ સઈદનો જમણો હાથ બાંગ્લાદેશ ગયો છે. હવે બાંગ્લાદેશથી તેવો ભારતમાં આતંક ફેલાવશે.

હાફિઝ સઈદ ભારતમાં થયેલા મોટા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ

હાફિઝ સઈદ અને તેના જૂથ લશ્કર એ તૈયબાને ભારતમાં થયેલા અનેક મોટા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. જેમાં વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલા અને 2001ના સંસદ હુમલાનો સમાવેશ થાય છે. તે હાલમાં પાકિસ્તાનમાં જેલની સજા ભોગવી રહ્યો છે.

આતંકવાદી હોવા છતાં જેલમાં રહીને કામ કરે છે અને પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી સંસ્થાનનું સમર્થન મેળવે છે. ભારત કેસ ચલાવવા માટે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. જેમાં અન્ય મુખ્ય આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો…પાટનગરમાં વિસ્ફોટઃ દિલ્હી પછી મુંબઈમાં હાઈ એલર્ટ, જુઓ વિસ્ફોટના વાયરલ ફોટોગ્રાફ, વીડિયો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button