એચ. ડી. રેવન્નાને રાહત નહીંઃ જામીન અરજીની સુનાવણી મુલતવી

બેંગલુરુ: જેડી(એસ)ના વિધાનસભ્ય એચડી રેવન્નાને મંગળવારે અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની વિશેષ અદાલતમાંથી રાહત મેળવવામાં નિષ્ફળતા મળી હતી. હાલમાં એ વિશેષ તપાસ ટીમ (સીટ)ની કસ્ટડીમાં છે, એસઆઈટીએ તેની જામીન અરજીની સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખી હતી.
66 વર્ષીય પૂર્વ પ્રધાનની શનિવારે સીટ દ્વારા મહિલાના અપહરણના કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ૮ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
કોર્ટે શનિવારે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. રેવન્ના અને તેના વિશ્વાસુ સતીશ બબન્ના પર ગુરુવારે રાત્રે ૨૯ એપ્રિલે એક મહિલાનું અપહરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસ મહિલાના પુત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો, જેણે આરોપ લગાવ્યો હતો કે તેની માતાનું રેવન્નાના પુત્ર અને જેડી(એસ)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
જેડી(એસ)એ બબન્નાની કસ્ટડી પણ મેળવી લીધી છે. પ્રજ્વલ સામે જુબાની આપવાથી રોકવા માટે મહિલાનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું, તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે કર્ણાટકમાં સેંકડો મહિલાઓના યૌન શોષણના આરોપમાં પૂર્વ ડા પ્રધાન દેવેગૌડાના દીકરા એચડી રેવન્નાની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવતા પરિવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે.