ગ્વાલિયરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: નશામાં ધૂત શખસ બન્યો લોકો પાઇલટ, વીડિયો વાયરલ…

ગ્વાલિયરઃ દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. કલ્પના કરો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને પછી તમને ખબર પડે છે કે એક નશામાં ધૂત માણસ ટ્રેનના એન્જિનમાં ઘૂસી જાય અને તે પોતાને લોકો પાઇલટ માને અને પોતે ટ્રેન ચલાવવાનો આગ્રહ રાખે છે, તો તમારી શું હાલત થાય?
આ વાત કલ્પનાની નથી, પરંતુ હકીકતમાં ગ્વાલિયરમાં બની હતી, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો, જેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થતો જોઈ શકાય છે. ચાલો આખી ઘટના વિશે જાણીએ.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેન બતાવીને કહી રહ્યો છે કે એક અજાણ્યો માણસ ટ્રેનમાં આવીને બેઠો છે અને આ વાત લોકોને પરેશાન કરી રહી છે. આ પછી તે લોકો પાઇલટની સીટ પર બેઠેલા વ્યક્તિને બતાવે છે. પછી તે વ્યક્તિ વાસ્તવિક લોકો પાઇલટને બતાવે છે અને કહે છે કે તે વ્યક્તિએ તેને માર માર્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ કંઈક કહેતો જોવા મળે છે પરંતુ તેના શબ્દો સ્પષ્ટ રીતે સમજી શકાતા નથી.
આ ઘટના ગ્વાલિયર રેલવે સ્ટેશનની છે. હકીકતમાં ગ્વાલિયર મેમુ ટ્રેન સ્ટેશન પરથી ઉપડવાની તૈયારીમાં જ હતી ત્યારે જ એક નશામાં ધૂત વ્યક્તિ લોકો પાઇલટની સીટ પર આવીને બેસી ગયો હતો. જેનાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા.
જોકે તેણે એન્જિન સાથે કોઈ પણ જાતના ચેડા કર્યા હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ નાટક લગભગ 10 મિનિટ સુધી ચાલ્યું હતું અને ત્યાર બાદ RPF એ તે વ્યક્તિને ટ્રેનમાંથી ઉતારી લીધો. આ નાટકને કારણે ટ્રેન અડધો કલાક મોડી પડી હતી.