નેશનલ

ગુરુગ્રામમાં ગૌશાળામાં ઘૂસ્યા બે દીપડા પછી…..

ગુરુગ્રામના ટિકલી ગામમાં બે દીપડાઓએ 10 પશુઓને મારી નાખ્યા હતા, જેના કારણે વન વિભાગે મોટી બિલાડીઓને પકડવા માટે પાંજરા ગોઠવવા જણાવ્યું હતું. તેઓએ સ્થાનિકોને આ વિસ્તારમાં દીપડાઓની હાજરી અંગે સતર્ક રહેવાની સલાહ પણ આપી હતી.

ગુરુગ્રામમાં એક રહેણાંક વિસ્તારમાં બે દીપડાએ ઘુસીને આતંક મચાવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે ગુરુગ્રામના ટિકલી ગામમાં એક ગાયના શેડમાં દીપડા ઘુસી આવ્યા છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા વધી છે અને ગામના પશુઓ માટે પણ ખતરો વધી ગયો છે.


ઘટના બાદ વન વિભાગે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે તેઓ દીપડાઓને પકડવા માટે પાંજરા ગોઠવશે. અધિકારીઓએ સ્થાનિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. વન અધિકારીએ જણાવ્યું કે, “અમને ટિકલી ગામમાં દીપડાના હુમલાની માહિતી મળી છે. અમે સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે, જેમાં દીપડા ગૌશાળામાં આવતા જોવા મળે છે. ગાયોદીપડા માટે આસાન શિકાર હોય છે, તેથી જ દીપડા અહીં ઘુસી આવ્યા છે. અમે ગૌશાળાની દિવાલો ઊંચી કરવા અથવા છટકું ગોઠવવા સંબંધિત વહીવટીતંત્રને નિર્દેશો જારી કર્યા છે.

આ વર્ષની શરૂઆતમાં પણ, ગુરુગ્રામના એક ગામમાં 13 વર્ષનો છોકરો ઘાયલ થયો હતો. છોકરો જ્યારે તેના ઘર માટે પાણી લાવી રહ્યો હતો ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button