લુધિયાણાઃ આમ આદમી પાર્ટીના લુધિયાણા પશ્ચિમના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે મોડી રાતે ઘરે શંકાસ્પદ હાલતમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. ગોળી તેમના માથામાં વાગી હતી, પરંતુ કોણે ચલાવી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્યું, ગુરુપ્રીત ગોગીનું હોસ્પિટલ પહોંચતા સુધીમાં મૃત્યુ થઈ ગયું હતું. ઘટના રાતે લગભગ 12 કલાકે બની હતી. મોતનું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
ગોળીનો અવાજ સાંભળીને…
ગોળીનો અવાજ સાંભળીને ઘરના સભ્યો તથા સુરક્ષામાં તૈનાત લોકો રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ લોહીલુહાણ પડ્યા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચેક કરીને મૃત જાહેર કર્યા હતા. સૂચના મળતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પહોંચી ગયા હતા.
Also read: આમ આદમી પાર્ટીમાં બળવો! આ નેતાએ પાર્ટી અને પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
કોને મળ્યા હતા
ગોગી શુક્રવારે રાત્રે પ્રાચીન શીતળા માતા મંદિરમાં થયેલી ચોરી મુદ્દે ચાલતા વિરોધમાં સામેલ થયેલા લોકોને મળ્યા હતા. તેમની રજૂઆત સાંભળ્યા બાદ ઘરે પહોંચ્યા હતા. જે બાદ આ ઘટના બની હતી.