પંજાબમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે આમનેસામને ગોળીબાર, જવાન શહીદ
ડ્રગ્સ અને બદમાશોથી ગ્રસ્ત પંજાબમાં દરરોજ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે મુઠભેડ એન્કાઉન્ટરના સમાચાર આવે છે. આવા જ એક સમાચાર રવિવારે આવ્યા છે, અહીં હોશિયારપુર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની માહિતી મળતાં સીઆઈએની ટીમ દરોડા પાડવા પહોંચી હતી, પરંતુ આ દરમિયાન બદમાશોએ કરેલા ફાયરિંગમાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, પંજાબ પોલીસની CIA ટીમને માહિતી મળી હતી કે હોશિયારપુરના મુકેરિયન ગામમાં રાણા મન્સૂરપુર નામના વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર છે, ત્યારબાદ જ્યારે ટીમ મુકેરિયન પહોંચી તો ત્યાં ગુનેગારો તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
દરોડા દરમિયાન અપરાધીઓ દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક ગોળી CIAના કર્મચારીને વાગી હતી. પોલીસકર્મીની છાતી પર ગોળી વાગી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પોલીસના વડા ઘટનાસ્થળે જવા રવાના થયા હતા.
આ મામલે તપાસ હજી ચાલી રહી છે. પોલીસની ટીમે આસપાસના વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લોધો છે અને દરેક ઘરની ઝડતી લેવામાં આવી રહી છે..