નેશનલ

મધ્ય પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: 11ના મોત 14ને ઇજા

ગુના: મધ્ય પ્રદેશમાં ભીષણ અકસ્માત થયો છે. બસ અને ટ્રકની ટક્કરમાં 11 લોકનું મોત થયું છે જ્યારે 14ને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બુધવારે મોડી રાતે આ ગોઝારો અકસ્માત થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મધ્ય પ્રદેશના ગુના-અરોન માર્ગ પર બુધવારે મોડી રાતે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 11 મુસાફરોનું મોત થયું હતું. જ્યારે 14ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગુનાના પોલીસ અધિકારી વિજય કુમાર ખત્રીએ આપેલી જાણકારી મુજબ ગુનામાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેને કારણે બસ પલટી ખાતા બસમાં આગ લાગી હતી. આ આગમાં 11 મુસાફરોનું બળીને મોત થયું હતું. જ્યારે 14 મુસાફરોને ગુનાની જીલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


ટ્રક અને બસ વચ્ચે ટક્કર કઇ રીતે થઇ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ લોકોની તબીયત સુધારા પર છે. આ અકસ્માત શહેરથી દૂર થયો હોવાથી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે સમયસર પહોંચી શકી નહતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button