ટોપ ન્યૂઝનેશનલ

અયોધ્યા રામ મંદિરમાં દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ, આ 2 લોકોએ રેકોર્ડબ્રેક દાન આપ્યું

અયોધ્યાઃ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે અને રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજશે. દેશવિદેશના રામભક્તોના દાનથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિર માટે રૂ. 5500 કરોડથી વધુનું દાન મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાન રામના ભવ્ય મદિરના નિર્માણમાં દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ છે. ગુજરાતના બે લોકોએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે.

રામ મંદિર માટે સૌથી વધુ દાન આપનારાઓની યાદીમાં મોરારી બાપુના નામ ટોચ પર છે. ગુજરાતના ભાવનગરમાં જન્મેલા મોરારી બાપુએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, એવી માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર આપવામાં આવી છે. મોરારી બાપુ તેમના પરિવાર સાથે ગુજરાતમાં જ રહે છે. આ ઉપરાંત દેશવિદેશના તેમના અસંખ્ય ફોલોઅર્સે પણ રામ મંદિરના નાર્માણમાં રૂ. 8 કરોડનો ફાળો આપ્યો છે.


અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે દાન આપવામાં ગુજરાતના બે લોકો આગળ છે. તેમાં ગુજરાતના એક ઉદ્યોગપતિ છે, જેમણે મોરારી બાપુ પછી સૌથી વધુ દાન આપ્યું છે. ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેમણે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને 11 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. ગોવિંદભાઈ દર વર્ષે દિવાળી દરમિયાન તેમના સેંકડો કર્મચારીઓ અને તેમના પરિવારોને મોટી અને મોંઘી ભેટ આપે છે. સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયા વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.


રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. રામ મંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ અત્યાર સુધી ભગવાન રામના મંદિર માટે 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3,200 કરોડ રૂપિયાનું દાન જમા કરાવ્યું છે. ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનમાં આપેલી રકમની એફડી કરી હતી, જેમાંથી મળેલા વ્યાજ સાથે રામ મંદિરના પ્રથમ માળનું નિર્માણ કરવામાં આવ્યું છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button