ડેશિંગ સાંસદઃ મુંબઈના ગુજરાતી સાંસદે પકડ્યો પ્રદર્શનકારીને
નવી દિલ્લી: સંસદમાં થયેલા હુમલાની 22મી વરસીએ ફરી સંસદમાં પ્રદર્શનકારીઓએ અશાંતિ ફેલાવી છે અને આ ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. આ સાથે સંસદભવનની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
લગભગ ચાર પ્રદર્શનકારીઓ પોલીસની હિરાસતમાં છે અને તેઓ વિદ્યાર્થી હોવાનું ખૂલ્યું છે. આ પ્રદર્શનકારીઓમાંથી બે જણ જ્યારે લોકસભાગૃહમાં આવ્યા ત્યારે તમામ સાંસદો ગભારાઈ ગયા હતા અને થોડા સમય માટે નાસભાગનો માહોલ સર્જાયો હતો, જોકે આ બધા વચ્ચે આપણા ગુજરાતી સાંસદ મનોજ કોટકે ભારે હિંમત દાખવી હતી અને એક પ્રદર્શનકારીને પકડ્યો હતો. તેમના આ સાહસની એક તસવીર વાયરલ થઈ છે જેમાં તે એકને પકડતા નજરે ચડે છે. મનોજ સાંસદ ઈશાન મુંબઈના સાંસદ છે.
મનોજ કોટક ઉપરાંત પંજાબના સાંસદ ગુરજીત સિંહ અને દક્ષિણના સાસંદ પણ આસપાસ હતા, પરંતુ મનોજ કોટકએ એકલા હાથે પ્રદર્શનકારીને પકડી લીધો હોવાની વિગતો મળી આવી છે.