અમદાવાદનેશનલ

ગુજરાતનો દરિયાઈ માર્ગ બન્યો ‘આંતરરાષ્ટ્રીય ગેટવે’: હજીરા અને પીપાવાવ પોર્ટ હવે ઇમિગ્રેશન ચેકપોસ્ટ!

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના અગાઉના ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળની અધિસૂચનામાં સુધારો કરીને, કેરળમાં વિઝિન્ઝામ ઇન્ટરનેશનલ સીપોર્ટ, ગુજરાતમાં હજીરા પોર્ટ અને ગુજરાતમાં પીપાવાવ પોર્ટ – આ ત્રણ નવા બંદરોને સત્તાવાર રીતે નિયુક્ત ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કર્યા હતા.

એક નિવેદન અનુસાર, ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળના તેના અગાઉના નોટિફિકેશનમાં સુધારો કર્યો હતો. જેમાં કેટેગરી 2 એન્ટ્રી પોઈન્ટ્સમાં વધુ ત્રણ બંદરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ ગેઝેટ નોટિફિકેશનમુજબ, કેરળમાં વિઝિન્ઝામ ઇન્ટરનેશનલ સીપોર્ટ, ગુજરાતમાં હજીરા પોર્ટ અને પીપાવાવ પોર્ટનો હવે સત્તાવાર રીતે નિયુક્ત ઇમિગ્રેશન ચેક-પોસ્ટ્સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. 20 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, MHA એ તેમને કેટેગરી 2 સીપોર્ટ તરીકે નિયુક્ત કર્યા છે.

અગાઉ સપ્ટેમ્બરમાં, MHA એ આંતરરાષ્ટ્રીય મુસાફરોના એન્ટ્રી અને એક્ઝિટ માટે લગભગ 37 એરપોર્ટ, 34 સમુદ્ર અને નદી બંદરો, અને 37 આંતરરાષ્ટ્રીય જમીન ક્રોસિંગ પોઈન્ટ્સને નિયુક્ત ઇમિગ્રેશન પોસ્ટ્સ તરીકે જાહેર કર્યા હતા. MHA એ ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદો પરના છ રેલ્વે સ્ટેશનોને પણ નિયુક્ત ઇમિગ્રેશન પોસ્ટ્સ તરીકે નામ આપ્યા હતા.

અગાઉના નોટિફિકેશનમાં લખનઉ, અમદાવાદ, અમૃતસર, કેલિકટ (કેરળ), વારાણસી, બાગડોગરા, બેંગ્લોર, ભુવનેશ્વર, રાજા ભોજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નઈ, કોચીન, કોઈમ્બતુર, ડાબોલિમ (ગોવા), દિલ્હી, ગયા (બિહાર), ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર (મધ્યપ્રદેશ), જયપુર અને કોલકાતાના એરપોર્ટનો સમાવેશ થતો હતો.

અન્ય એરપોર્ટ્સમાં નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પુણે, શ્રીનગર, સુરત, ટ્રિચી (તમિલનાડુ), તિરુવનંતપુરમ, તિરુપતિ, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા (આંધ્રપ્રદેશ), મેંગ્લોર, મુંબઈ, કન્નુર (કેરળ), મદુરાઈ (તમિલનાડુ), જેમાં મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોપા (ગોવા) નો સમાવેશ થાય છે.

નિયુક્ત સીપોર્ટમાં લંગ (ગુજરાત), અગત્તી અને મિનિકોય ટાપુ (લક્ષદ્વીપ), બેડી બંદર (જામનગર), અલંગ (ભાવનગર),, કાલિકટ (કેરળ), ચેન્નઈ, કરીમગંજ (આસામ), કામરાજાર (તમિલનાડુ), કોલ્લમ (કેરળ), માંડવી (ગુજરાત), મોર્મુગાઓ હાર્બર (ગોવા), મુંદ્રા (ગુજરાત), મુંબઈ, ન્યૂ મેંગ્લોર, નાગાપટ્ટિનમ (તમિલનાડુ), ન્હાવા શેવા (મહારાષ્ટ્ર), પારાદીપ (ઓડિશા), પોરબંદર, પોર્ટ બ્લેર, સિલઘાટ (આસામ), અને અન્ય ઘણા બંદરોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…ગુજરાતનો દરિયાકાંઠો બન્યો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ: વાર્ષિક ૧૦.૪૨ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button