અયોધ્યામાં રામ મંદિરમાં લગાવવામાં આવનારા ધ્વજદંડનું આ ગુજરાત કનેક્શન જાણો છો?
અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. 22મી જાન્યુઆરી, 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે આ અયોધ્યાના રામ મંદિરને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ માહિતી છે શ્રીરામ મંદિરમાં લગાવવામાં આવતા સાત ધ્વજદંડ સંબંધિત.
મળી રહેલી માહિતી અનુસાર આ ધ્વજદંડનું આપણા ગર્વીલા ગુજરાત સાથે ગાઢ કનેક્શન છે, કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે એનું નિર્માણ ગુજરાતમાં જ કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ આ ધ્વજદંડા વજન વિશે તો મુખ્ય ધ્વજદંડ સહિત સાત ધ્વજદંડનું વજન આશરે 5,500 કિલોની આસપાસ છે. સંપૂર્ણપણે પિતળમાંથી બનાવવામાં આવતા આ ધ્વજસ્તંભની લંબાઈ 44 ફૂટ અને પહોળાઈ 9.5 ઈંચ જેટલી છે.
સ્તંભને મંદિરના ગર્ભગૃહથી લઈને શિખર સુધી લગાવવામાં આવશે અને એનું નિર્માણ શાસ્ત્રીય રીત પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ 800 મીટર લંબાઈનો રિંગ રોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રોડ પર ચાલીને શ્રદ્ધાળુઓ મંદિરનો આખો ચક્કર લગાવી શકે છે.
શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આખા અઠવાડિયા સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને કાર્યક્રમો પણ યોજાશે.