અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)શંકાસ્પદ કેસની સંખ્યા 88 પર પહોચી ગઈ છે. વાયરલ એન્કેફેલાઇટીસના સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં નવ શંકાસ્પદ કેસો નોંધાયા છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 36 થયો છે.
રાજ્યમાં ચાંદીપુરાના કુલ 88 કેસ નોંધાયા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં, હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે. ગુજરાતમાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 88 કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં ચાંદીપુરાના સાત કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં ચાંદીપુરા વાયરસના સાત કેસ નોંધાયા છે. અરવલ્લી અને ખેડા છ-છ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, જામનગર અને ગાંધીનગરમાં પાંચ-પાંચ કેસ નોંધાયા છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા ચાર-ચાર કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ-ત્રણ કેસ જ્યારે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને રાજકોટ કોર્પોરેશનમાં બે-બે કેસ નોંધાયા છે. વડોદરા ભાવનગર, દ્વારકા અને કચ્છમાં એક-એક કેસ નોંધાયા છે.
આરોગ્યની ટીમની કુલ 1,36,706 વ્યક્તિઓનું સર્વેલન્સ
ચાંદીપુરા વાયરસના કારણે 36 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ચાંદીપુરા વાયરસના કારણે 46 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે 10 બાળકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. રાજ્યમાં 22 પોઝીટિવ એક્ટિવ કેસો છે અને 88 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. અમદાવાદ જિલ્લા ગામોમાં કેસ ફેલાય નહી તે માટે એક્ટિવ બન્યું છે.