જીએસટીની આવકમાં દસ ટકાનો વધારો

નવી દિલ્હી: જીએસટીનું ઑગસ્ટ મહિનાનું કુલ કલેક્શન 10 ટકા જેટલું વધીને રૂ. 1.75 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, એમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) મહેસુલી આવક ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં રૂ. 1.59 લાખ કરોડ હતી, જ્યારે જુલાઈમાં જીએસટીથી રૂ. 1.82 લાખ કરોડની આવક થઈ હતી.
ઑગસ્ટ 2024માં ડોમેસ્ટિક મહેસુલી આવકમાં 9.2 ટકાનો વધારો થયો હતો અને તે હવે રૂ. 1.25 લાખ કરોડ પર પહોંચી હતી. જીએસટીની ઈમ્પોર્ટસ પરની કુલ મહેસુલી આવકમાં 12.5 ટકાનો વધારો થયો હતો અને તે રૂ. 49,976 કરોડ પર પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો :વીમાના પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની નીતિન ગડકરીએ સરકારને કરી માગણી
આ મહિના દરમિયાન રૂ. 24,460ના રિફન્ડ આપવામાં આવ્યા હતા અને તેમાં એક વર્ષ પહેલાંના સમય કરતાં 38 ટકાનો વધારો નોંધાયો હતો. રિફંડને બાદ કર્યા બાદ જીએસટીની મહેસુલી આવકમાં 6.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂ. 1.50 લાખ કરોડ રહી છે. (પીટીઆઈ)