નેશનલ

ભારતીય અર્થતંત્ર માટે ‘જીએસટી બૂસ્ટ’, 6-7% રેવન્યુ ગ્રોથની સંભાવનાનો દાવો

નવી દિલ્હી: તાજેતરમાં GST કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઘણી પ્રોડક્ટ માટે સરકારે રાહતનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણય પ્રમાણે GST માં હવેથી માત્ર ત્રણ સ્લેબ રહેશે જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ 5 અને 18 ટકાના સ્લેબમાં સમાવી લેવામાં આવી છે. જ્યારે લક્ઝરી વસ્તુઓ માટે 40 ટકાના નવા સ્લેબની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ મધ્યમ વર્ગના લોકોને ઘણી રાહત મળવાની અપેક્ષા સેવાઈ રહી છે. તો બીજી બાજું જો કોઈ પ્રોડક્ટની કિંમતો ઘટશે તો તેની માગમાં વધારો થશે. સરવાળે બજારમાં વેપાર વધવાની સંભાવના નિષ્ણાતો કરી રહ્યા છે. જ્યારે બજારમાં ફરી એક માગ વધશે ત્યારે અર્થતંત્ર પણ બુસ્ટ મળશે. GST ઘટાડાથી નાણકીય વર્ષમાં ભારતીય કંપનીઓના રેવન્યુમાં 6-7 ટકાનો વધારો થવાની સંભાવના એક અહેવાલમાં રજૂ કરવામાં આવી છે.

આ અહેવાલ પ્રમાણે કટોતી ગ્રાહકોના ખર્ચને પ્રોત્સાહન આપશે, ખાસ કરીને તહેવારો અને લગ્નની સિઝનમાં, જ્યારે ખર્ચમાં વધારો થાય છે. જોકે, નફાખોરી વિરોધી નિયમોને કારણે કંપનીઓના નફાના માર્જિનમાં મોટો વધારો થશે નહીં. આ કટોતીનો સમય વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ યોગ્ય માનવામાં આવે છે.

અહેવાલમાં જણાવાયું છે કે જીએસટી દરોમાં ઘટાડાથી ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (એફએમસીજી), કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટોમોબાઇલ જેવા ક્ષેત્રોમાં ઉત્પાદનોની કિંમતો ઘટશે. આનાથી ગ્રાહકોને સસ્તા ઉત્પાદનો મળશે અને ખરીદીમાં વધારો થશે. આ ઉપરાંત, બાંધકામ જેવા અન્ય ક્ષેત્રોમાં પણ આનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. એજન્સીએ જણાવ્યું કે આ કટોતી ગ્રાહકોની માગને વેગ આપશે, જે કોર્પોરેટ રેવન્યુનો 15 ટકા હિસ્સો ધરાવે છે.

વ્હિકલની કિંમતોમાં થશે ઘટાડો

ઓટોમોબાઇલ ક્ષેત્રમાં, 350 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા ટુ-વ્હીલર્સ, જે બજારનો 90 ટકા હિસ્સો ધરાવે છે, તેના પર જીએસટી ઘટાડાથી મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતોમાં ઘટાડો થશે. આનાથી વેચાણમાં 100-200 બેસિસ પોઇન્ટનો સુધારો થવાની શક્યતા છે. એગ્રી ઇનપુટ ક્ષેત્રમાં પણ જીએસટી કટોતીથી વ્યવસાયિક કામગીરી સરળ બનશે અને ગ્રાહકોની માગમાં વધારો થશે, જેનાથી આ ક્ષેત્રને ફાયદો થશે.

બાંધકામ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્ર પર શું અસર થશે?

બાંધકામ સામગ્રી પર જીએસટી દરમાં ઘટાડાથી કિંમતો ઘટશે, જેનાથી બાંધકામ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિગત ઘર બાંધકામનો ખર્ચ ઘટશે, જેનાથી લોકો પોતાની બચતનો ઉપયોગ મોટા કે સુધારેલા ઘરો બનાવવા માટે કરી શકશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં એર કન્ડિશનર અને 32 ઇંચથી મોટા ટેલિવિઝન સેટની કિંમતોમાં 7-8 ટકાનો ઘટાડો થવાની આશા છે, કારણ કે કંપનીઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે.

હોસ્પિટાલિટી ક્ષેત્રને મળશે બૂસ્ટ

એવિએશન ક્ષેત્રમાં ઇકોનોમી ક્લાસના હવાઈ ટિકિટ પર 5 ટકા જીએસટીમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે પ્રીમિયમ ઇકોનોમી, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. ઇકોનોમી ક્લાસનો રેવન્યુમાં 92 ટકા હિસ્સો હોવાથી આ વધારાની અસર નજીવી રહેશે. હોટેલ ક્ષેત્રમાં, 7,500 રૂપિયા સુધીના રૂમના ભાડા પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે, જેનાથી હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ક્ષેત્રને ફાયદો થશે.

આ પણ વાંચો…જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button