દેશમાં જીએસટી ઈનપુટ ક્રેડિટ મેળવતી 3588 નકલી કંપનીઓ ઝડપાઇ, 15,851 કરોડના ખોટા દાવા…

નવી દિલ્હી : દેશમાં જીએસટી ટેક્સ વસૂલાત બાદ ઇનપુટ ક્રેડિટ મેળવવા મુદ્દે અનેક પ્રકારના ખોટા દાવા પ્રકાશમાં આવતા હોય છે. જેમાં આ વર્ષે પણ જીએસટી અધિકારીઓએ આવા ખોટા દાવા પકડી પાડયા છે. જેમાં વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન 15,851 કરોડ રૂપિયા ખોટા ઇનપુટ ક્રેડિટ દાવા શોધવામાં આવ્યા છે. જે ગત વર્ષની સરખામણીએ 29 ટકા વધારે છે. જોકે, કંપનીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. જેમાં વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટરના ઝડપવામાં આવેલી નકલી કંપનીઓની સંખ્યા 3558 છે. જેની સંખ્યા ગત વર્ષે 3840 હતી. આ કરચોરીનો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની અધ્યક્ષતામાં રાજ્યોના નાણા મંત્રીઓની સમિતિ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ તેને રોકવાના પ્રયાસ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
નકલી 3558 કંપનીઓની 15581 કરોડની છેતરપિંડી પ્રકાશમાં આવી
ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં અત્યાર સુધી દર મહીને 1200 થી વધુ કંપનીઓ પકડાઈ રહી છે. જોકે, આ વર્ષે એપ્રિલ જૂન ક્વાર્ટર દરમિયાન નકલી કંપનીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જે સાબિત કરે છે કે નકલી જીએસટી નોંધણી અંગેનું અભિયાન સફળ સાબિત થયું છે. તેમજ આ વર્ષે જીએસટી અધિકારીઓએ ઝડપેલી નકલી 3558 કંપનીઓની 15581 કરોડની છેતરપિંડી પ્રકાશમાં આવી છે. તેમજ અત્યાર સુધી કુલ 53 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 659 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જયારે વર્ષ 2024-25માં પ્રથમ ક્વાર્ટરમાં 3840 નકલી કંપનીઓ પાસેથી 12,304 કરોડ રૂપિયાની નકલી ઇનપુટ ક્રેડિટ ઝડપી હતી. તેમજ 549 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા અને 26 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નકલી ઇનપુટ ક્રેડિટથી સરકારની તિજોરીને નુકસાન
દેશમાં જીએસટી અમલમાં આવ્યા બાદ ઇનપુટ ટેક્સ ક્રેડિટએ ખરીદી પર કંપનીને ચૂકવવા આવતા કરમાંથી ખરીદનાર કંપનીને રાહત છે. જેને ખરીદી વખતે કંપની ઇનપુટ ક્રેડિટમાં દર્શાવી શકે છે. પરંતુ તેની બાદ છેલ્લા ઘણા સમયથી નકલી કંપની ઉભી કરીને ઇનપુટ ક્રેડિટ લેવામાં આવતી હોવાની ફરિયાદો પ્રકાશમાં આવી હતી. તેમજ નકલી ઇનપુટ ક્રેડિટથી સરકારની તિજોરીને નુકસાન પણ પહોંચે છે. તેમજ વર્ષ 2024-25 દરમિયાન જીએસટી અધિકારીઓએ 25,009 ખોટી કંપનીઓ શોધીને 61,545 કરોડની છેતરપિંડીના દાવા શોધ્યા હતા.
આ પણ વાંચો…Gujarat માં એક વર્ષમાં 496 કરોડની જીએસટી ચોરી, દંડ પેટે 246 કરોડની વસૂલાત