નેશનલ

તહેવારોએ સરકારની તિજોરીને કરી માલામાલ, થઈ આટલી આવક

નવી દિલ્હી: ઓક્ટોબર મહિના દરમિયાન તહેવારોને કારણે સરકારની તિજોરીમાં જીએસટી રુપે નોંધપાત્ર આવક થઈ છે. આ વર્ષના નાણાકીય સત્રમાં નોંધપાત્ર જીએસટી ક્લેક્શન થયું છે. ઓક્ટોબર, 2023માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૨ લાખ કરોડ નોંધવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૩ ટકા વધારે છે.

પહેલી જુલાઈ, 2017થી જીએસટી લાગુ પાડવામાં આવ્યા પછી આ ક્લેકશનની રકમ બીજા નંબરની છે. એ જ રીતે ગયા વર્ષે ઓક્ટોબરની તુલનામાં 13 ટકા વધારે કલેક્શન થયું છે.


કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા ઓક્ટોબર ૨૦૨૩ માટે જીએસટી કલેક્શન ડેટા જાહેર કરવામાં આવ્યો છે, આ ડેટા મુજબ ઓક્ટોબરમાં કુલ ૧,૭૨,૦૦૩ કરોડ રૂપિયા જીએસટી સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યો છે, તેમાંથી રૂ. ૩૦,૦૬૨ કરોડ સીજીએસટી, રૂ. ૩૮,૧૭૧ રોડ એસજીએસટી, રૂ. ૯૧,૩૧૫ રોડ આઇજીએસટી અને રૂ. ૧૨,૪૫૬ કરોડ સેસ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે.


નાણા મંત્રાલયના જણાન્યાનુસાર નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ જીએસટી ક્લેકશન 1.66 લાખ કરોડ રહ્યું છે, જે અગિયાર ટકા વધારે છે. બીજી બાજુ ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષના ઓક્ટોબરમાં ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનની રેવન્યૂમાં 13 ટકાનો વધારો થયો છે.


સરકારે સીજીએસટીમાં 42,873 કરોડ રુપિયા સેટલ કર્યા હતા, જ્યારે આઈજીએસટીમાં 36,614 કરોડ રુપિયા એસજીએસટીની રીતે સેટલ કર્યા હતા. ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે 72,934 કરોડ રુપિયા સીજીએસટીના રુપે મળ્યા હતા, જ્યારે રાજ્યોને 74,785 કરોડ રુપિયા એસજીએસટીની રીતે પ્રાપ્ત થયા હતા, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button