નેશનલવેપાર અને વાણિજ્ય

મોદી સરકાર માટે એકસાથે 2 સારા સમાચાર,

ભારત દુનિયાને બતાવશે પોતાની તાકાત!

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે અને ઘણી વૈશ્વિક એજન્સીઓ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી છે. બીજી તરફ GST કલેક્શન દ્વારા સરકારની તિજોરી સતત ભરાઈ રહી છે. ઓક્ટોબર મહિનામાં પણ GST કલેક્શનનો આંકડો 1.70 લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે.

GST કલેક્શન વિશે વાત કરીએ તો નવેમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે 1 નવેમ્બર 2023 ના રોજ ઓક્ટોબર મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા અને તે ઉત્તમ રહ્યા છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન થયું છે. આ વર્ષે બીજી વખત કલેક્શન આવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.


વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 13 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં એટલે કે ઓક્ટોબર, 2022માં GST કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા હતું. ઓક્ટોબરના કલેક્શનમાં રૂ. 30,062 કરોડ સીજીએસટીનો સમાવેશ થાય છે, જ્યારે રૂ. 38,171 કરોડમાં એસજીએસટીનો સમાવેશ થાય છે. આ સાથે સરકારી તિજોરીમાં રૂ. 91,315 કરોડ IGST આવ્યો છે. તે જ સમયે, રૂ. 12,456 કરોડ સેસનો સમાવેશ થાય છે.


અગાઉના મહિને એટલે કે સપ્ટેમ્બર 2023માં GST કલેક્શન રૂ. 1,62,712 કરોડ હતું, જેમાં સેન્ટ્રલ GST (CGST) રૂ. 29,818 કરોડ, સ્ટેટ GST (SGST) રૂ. 37,657 કરોડ હતો. નોંધનીય છે કે ઓક્ટોબર, 2023 માટે GST કલેક્શન આ વર્ષના એપ્રિલ મહિના પછી બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન છે. એપ્રિલ 2023માં કલેક્શનનો આંકડો 1.87 લાખ કરોડ રૂપિયા હતો.


મોદી સરકાર માટે વધુ એક સારા સમાચારની વાત કરીએ તો, અન્ય એક મોટી વૈશ્વિક એજન્સીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સપના પર તેની મંજૂરીની મહોર મારી દીધી છે. ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરતા S&P ગ્લોબલે તેના અહેવાલમાં કહ્યું છે કે સાલ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.


અન્ય એક રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે.
તહેવારોના દિવસ નજીક આવી રહ્યા છે. એવા સમયે મળતા આવા સારા સમાચાર ખરેખર કેન્દ્ર સરકારમાં અને લોકોમાં આનંદની લાગણી ફેલાવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો