નેશનલ

સપ્ટેમ્બરમાં જીએસટી કલેકશન ૧૦% વધ્યું

નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) કલેકશન ૧૦ ટકા વધીને રૂ. ૧.૬૨ લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ચાર વાર ૧.૬ લાખ કરોડનો આંકડો પાર થયો છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ જીએસટી આવક રૂ. ૧,૬૨,૭૧૨ કરોડ થઈ હતી જેમાં સેન્ટ્રલ જીએસટીનો હિસ્સો રૂ. ૨૯,૮૧૮ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૩૭,૬૫૭ કરોડ, ઈન્ટીગ્રેટેડ જીએસટી રૂ. ૮૩,૬૨૩ કરોડ અને સેસ રૂ. ૧૧,૬૧૩ કરોડ હતો. વર્ષ ૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં જીએસટી આવક રૂ. ૧.૪૭ લાખ કરોડ થઈ હતી જેમાં વર્તમાન વર્ષમાં ૧૦ ટકા વધુ છે તેવું નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું. ડોમેસ્ટિક ટ્રાન્સેક્શન્સ દ્વારા વર્ષ ૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં થયેલી આવક કરતાં ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં ૧૪ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ જીએસટી કલેકશન સતત ચોથી વાર રૂ. ૧.૬૦ લાખ કરોડથી વધુ થયું છે તેવું નાણાં મંત્રાલયે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button